સાગબારા તાલુકાના ખચરપાડા ગામની પ્રાથમિક શાળાનાં તાળા બંધી બાદ તંત્ર દોડી આવ્યું હતુ.
તંત્રએ એસ.એમ.સી.સમિતી તેમજ ગ્રામજનોની માંગ સ્વીકાર કરી અને મોખિક બાહેદરી આપી.
સાગબારા તાલુકાના ખચરપાડા ગામની પ્રાથમિક શાળાનાં તાળા બંધી બાદ તંત્ર દોડી આવ્યું હતુ.
વાત્સલ્ય સમાચાર
જેસિંગ વસાવા : ડેડીયાપાડા
તંત્રએ એસ.એમ.સી.સમિતી તેમજ ગ્રામજનોની માંગ સ્વીકાર કરી અને મોખિક બાહેદરી આપી.
પ્રાપ્ત માહિતી જાણ મુજબ સાગબારા તાલુકાના ખચરપડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવતાં નયનાબેન જે વસાવા જેઓ છેલ્લા 3 મહિનાથી વિદ્યાર્થીઓને ભણાવતા નહી અને વિધાર્થીઓ તેમજ ગ્રામજનો સાથે પણ ગર વર્તન કરતાં હોય છે તેવાં આક્ષેપો સાથે ગ્રામજનો તેમજ એસ.એમ.સી. સમિતીએ તાલુકા જિલ્લા લેવલે પણ અરજીઓ મોકલવામાં આવી હતી, પરંતું તંત્રએ ધ્યાને લીધું નહી તેવું જણાવ્યું હતું.
આ સમગ્ર મામલો ગરમાતા ગત રોજ સાગબારા તાલુકાના ખચરપાડા પ્રાથમિક શાળાનાં તાળા બંધી કરી દેવામાં આવ્યા હતાં તાળાબંધી બાદ તંત્રને જાણ થતાં સાગબારાનું તંત્ર તરતજ સ્થળ પર દોડી આવ્યું હતું અને ગ્રામજનો તેમજ એસ.એમ.સી.કમિટીની માંગણી સ્વીકારી અને મોખીક બાહેદરી આપી છે, ત્યારે ગ્રામજનોએ જણાવ્યું છે કે જે મોખિક આપેલી બાહેદરી પુરી નહિ પાડે તો ફરી તાળાબંદી કરવાની ચિમકી આપી છે,




