કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ શ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ- થરા સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યાસંકુલ થરા અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટસ એન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કોમર્સ કોલેજમાં શુક્રવારનાં દિવસે રક્ષાબંધન પર્વની ઉજવણી,મનોવિજ્ઞાન વિભાગ દ્વારા સલાહ માર્ગદર્શન કેન્દ્ર અને કોમ્પ્યુટર તાલીમ કોર્ષનું લોકાર્પણ પ્રમુખ ધીરજકુમાર કે. શાહ ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.પ્રાર્થના ગીત બાદ પ્રિન્સિપાલ ડોક્ટર દિનેશભાઈ એસ.ચારણે મંચસ્થ મહેમાનોનું શાબ્દિક શબ્દો અને પુસ્તક પુષ્પથી સ્વાગત કરી રક્ષાબંધન પર્વનું મહત્વ સમજાવ્યું હતું. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાના સંયોજીકા બ્રહ્માકુમારી સૂર્યા દીદીએ કોલેજના અધ્યાપક મિત્રોને રાખડી બાંધી પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે તેમજ વિધાર્થી ભાઈ-બહેનોએ સાત્વિક સબંધ રાખવો જોઈએ.તેમજ કોલેજમાં અભ્યાસ કરતી બહેનો ને મદદ કરવી.સાથે મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ જીવનમાં આવવાની અને સંઘર્ષ પણ આવવાનો એટલે હતાશ ના થવું.એ સમયે કોલેજ ના સલાહ માર્ગદર્શન સેન્ટરની મુલાકાત અવશ્ય લેવી.જે તમને મનોભાર માથી બહાર લાવશે. કેળવણી મંડળના પ્રમુખ ધીરજકુમાર કે.શાહે કોલેજના વિધ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય.કોલેજનો વિધ્યાર્થી કોઈપણ જગ્યાએ પાછો ના પડે આજના આધુનિક યુગમાં કોમ્પ્યુટર તાલીમ કેન્દ્રનું ઉદ્દઘાટન થઈ રહ્યું છે ત્યારે વિધ્યાર્થીઑ કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ દરેક ક્ષેત્રમાં કોમ્પ્યુટર ક્ષેત્રની તાતી જરૂરિયાત છે.જે અંતર્ગત પ્રેરણા પૂરી પાડી હતી.અને સંસ્થાનું નામ રોશન કરો એવું આહવાન કર્યું હતું.આ પ્રસંગે થરા નગર પાલિકા ના કોર્પોરેટર ગિરાબેન શાહ, બ્રહ્માકુમારી ક્રિશ્નાબેન ગૌસ્વામી, કોલેજના અધ્યાપકો સહીત વિશાળ સંખ્યામાં વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.સમગ્ર કાર્યક્ર્મ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર દિનેશભાઈ એસ.ચારણ ના માર્ગદર્શન હેઠળ એન. એન. એસ. કોઓર્ડીનેટર ડોક્ટર રામ સોલંકી દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.આભાર વિધિ મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડોક્ટર નિતેશકુમાર પટેલ દ્વારા કરવામાં આવી હતી.
નટવર. કે. પ્રજાપતિ,થરા
મોં. ૯૯૭૯૫ ૨૧૫૩૦
«
Prev
1
/
90
Next
»
MORBIમાં દારૂ, જુગાર અને ડ્રગ્સના દુષણ સામે કડક અમલવારી કરવા SC સમાજે પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું
મોરબી પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
પોલીસ અને સરકારનો ડર છોડો અને પોતાના માટે બોલો : ગોપાલ ઇટાલીયા