GUJARATKAPRADAVALSAD

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટાપોંઢા ખાતે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તાલીમ કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

વલસાડ, તા. ૦૮ જુલાઈ-રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન હેઠળ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટાપોંઢા ગામ ખાતે ૨૦ જેટલા ખેડૂત ભાઈઓ તથા બહેનોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશે મોટાપોંઢા ગામના ખેડૂત ધર્મેન્દ્રભાઈ શામજીભાઈ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી. જેમાં દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરી જીવામૃત, ઘનજીવામૃત બનાવી ખેડૂતો પોતાના ખેતરમાં હાલ ડાંગરની ફેરરોપણી અથવા અન્ય પાકોમાં ઉપયોગ કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે અને શાકભાજી તેમજ અનાજનું રસાયણમુક્ત ઉત્પાદન મેળવી શકાય છે. આ તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂત ભાઈ-બહેનોએ પોતાને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ મેળવ્યું હતું.

Back to top button
error: Content is protected !!