દિયોદર ખોડાઢોર પાંજરાપોળમાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે ગૌ માતાનું પૂજન કરાયું
દિયોદર ખોડાઢોર પાંજરાપોળમાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે ગૌ માતાનું પૂજન કરાયું
પ્રતિનિધિ : દિયોદર કલ્પેશ બારોટ
૭૫ ગૌશાળામાં ઓષધી યુવક લાડુ નું વિના મૂલ્યે વિતરણ
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમો થકી જન્મ દિવસની અનોખી ઉજવણી કરાઇ રહી છે જેમાં દીયોદર ખોડાઢોર પાંજરાપોળમાં રાજવી માનસિંહજી વાઘેલા અને ધારાસભ્ય કેશાજી ચૌહાણની ઉપસ્થિતિમાં ગૌ માતા નું પૂજન તથા વૃક્ષારોપણ કરાયું હતું જેમાં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ પંથ વિજય ભગવાન ધર્મચક ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા ગુજરાતની ૭૫ ગૌ શાળામાં ઑષધી યુક્ત લાડુ નું વિના મૂલ્યે વિતરણ કર્યું હતું તેમજ ઉપસ્થિત તમામ લોકોને વર્તમાન સમય પ્રાકૃતિક ખેતી વિષે પણ માહિતીગાર કરાયા હતા અને દરેક લોકો પોતાના ત્યાં પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવું આહવાન કર્યું હતું આ પ્રસંગે જયંતીભાઈ દોશી,સંઘના પ્રમુખ નિલેશભાઈ મહેતા, તનોજભાઈ શાહ,રજનીભાઇ શાહ,મહામંત્રી ભરતભાઈ સોમપુરા ,પ્રદીપભાઈ શાહ,કનુભાઈ દોશી, મહેન્દ્રભાઈ મહેતા, લલિતભાઈ દોશી,પ્રેમાભાઈ માળી, વિનોદચંદ્ર શાહ વગેરે આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો