આરોગ્ય મંત્રી એ રૂપિયા ૧૬૩.૯૦ કરોડના ખર્ચે નિર્માણાધિન સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી
આરોગ્ય મંત્રી એ રૂપિયા ૧૬૩.૯૦ કરોડના ખર્ચે નિર્માણાધિન સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી
તાહિર મેમણ – આણંદ – 25/04/2025 – આણંદ – રાજ્યના આરોગ્ય મંત્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી જિલ્લામાં વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રસંગે આણંદની બોરસદ ચોકડી પાસે રૂપિયા ૧૬૩.૯૦ કરોડના ખર્ચે નિર્માણાધિન સિવિલ હોસ્પિટલ અને ૫૦ બેડની આયુર્વેદિક હોસ્પિટલના ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જેનું સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા જણાવ્યું હતું.
મંત્રી એ વધુમાં જણાવ્યું હતું કે આણંદ જિલ્લાના રહેવાસીઓને ઘરઆંગણે જ શ્રેષ્ઠતમ આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે અને લોકોને મોટા શહેરોમાં સારવાર અર્થે ન જવું પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા મથક ખાતે અધ્યતન સુવિધાઓ સાથેની સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે, જેની બાંધકામની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થશે તેમ તેમણે જણાવ્યું હતું.
આ વેળાએ મંત્રીએ નવી બની રહેલ હોસ્પિટલની કામગીરીની પ્રગતિ જોઈને સંતોષનો ભાવ વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખની છે કે, ૫૫૩ બેડ ની ક્ષમતાવાળી સિવિલ હોસ્પિટલ કુલ પાંચ માળનું બાંધકામ કુલ ૩૭૨૧૬ ચોરસ મીટર નું બાંધકામ સમયસર પૂર્ણ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર સહિત પાંચ માળનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ હોસ્પિટલ ખાતે બેઝમેન્ટમાં વિશાળ પાર્કિંગ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, આ ઉપરાંત હોસ્પિટલ ખાતે ઇમર્જન્સી વોર્ડ, રેડિયોલોજી, ઓર્થોપેડિક, પીડિયા ટ્રીક, ગાયનેક, જનરલ ઓપીડી, ડેન્ટલ, આઈ સી સી યુ અને એસ આઇ સી યુ., સ્પેશિયલ રૂમ, બ્લડ બેન્ક, ડાયાલિસિસ રૂમ, જનરલ વોર્ડ, આઈસોલેશન વોર્ડ, પ્રિઝનર વોર્ડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે, તેમ સિવિલ સર્જન ડોક્ટર અમર પંડ્યા એ જણાવ્યું હતું.