GUJARAT
મોટા ફોફળીયા ગામે ગુજરાત બ્લાઈન્ડ ક્રિકેટ એસોસિયેશન ના પ્રજ્ઞા ચક્ષુ ક્રિકેટરો દ્વારા ક્રિકેટ પ્રેક્ટિસ કરાઈ
ફૈઝ ખત્રી... શિનોર આગામી 21 થી 27 ડિસેમ્બર દરમિયાન આંધ્રપ્રદેશના હૈદરાબાદ ખાતે રાષ્ટ્રીય સ્તરની બ્લાઇન્ડ ક્રિકેટની એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાનાર છે.જેમાં બ્લાઈન્ડ ક્રિકેટ એસોસિયેશન ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ કરનાર પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરો તેની તૈયારીઓના ભાગરૂપે તારીખ 16,17 અને 18 ડિસેમ્બર 2024 ના રોજ પ્રેક્ટિસ કરવામાં આવી હતી.આ ત્રણ દિવસ ની ક્રિકેટ પ્રેક્ટિસ દરમિયાન સંસ્થા દ્વારા મેદાન અને ભોજનની સુવિધા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવી હતી. ભૂતકાળમાં આંતરરાષ્ટ્રીય બલાઇન્ડ ક્રિકેટ ટીમમાંથી ક્રિકેટ વર્લ્ડ કપમાં રમી ચૂકેલા સાત જેટલાં બ્લાઇન્ડ ક્રિકેટ પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરો પણ મોટા ફોફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ત્રી દિવસીય ક્રિકેટ પ્રેક્ટિસમાં ભાગ લીધો હતો. ભૂતકાળમાં યોજાયેલ બ્લાઈન્ડ ક્રિકેટના વર્લ્ડ કપમાં પાકિસ્તાન ની ટીમ ને હરાવી હતી તે ટીમ ના ઉપરોક્ત પાંચ જેટલા પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરો પણ હિસ્સો રહ્યા હતાં .




