MORBIMORBI CITY / TALUKO

MORBI:કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન બેઠક યોજાઈ

 

MORBI:કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન બેઠક યોજાઈ

 

 

પી.જી.વી.સી.એલ, ટ્રાફિક સમસ્યા,પ્રદુષણ અટકાવવા બાબત,પીવાના પાણીની અનેક પ્રશ્નોની સમીક્ષા કરી સમયમર્યાદામાં સમસ્યા નિવારવા સુચના અપાઈ

જિલ્લા કલેકટરશ્રી કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે જૂન માસની મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ બેઠક યોજાઈ હતી.

આ બેઠક દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, સાંસદશ્રી તેમજ ધારાસભ્યશ્રીઓ દ્વારા પી.જી.વી.સી.એલ, ટ્રાફિક સમસ્યા,વાંકાનેરમાં સર્કિટ હાઉસ બનાવવું, વેસ્ટ કચરાને પ્રદુષણ અટકાવવું રસ્તા પરના દબાણ હટાવા અને, જમીન-મહેસૂલી પ્રશ્નો, પીવાના પાણીની સમસ્યા, , જમીન દબાણ,ખૂટતા સબ સેન્ટર, આંગણવાડીઓ, ફિલ્ટર પ્લાન્ટ બાબત સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા

આ તમામ પ્રશ્નો અંગે સમીક્ષા કરી જિલ્લા કલેકટરશ્રી કે.બી.ઝવેરી દ્વારા જુના પ્રશ્નોની હકારાત્મકચર્ચા કરી અને નવા પ્રશ્નોના નિકાલ માટે દરેક વિભાગોને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘી, સાંસદશ્રી ચંદુભાઈ સિહોરા, રાજ્યસભા સાંસદશ્રી કેસરીદેવસિંહ , ધારાસભ્ય સર્વેશ્રી કાંતિભાઈ અમૃતિયા, જીતુભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા, નિવાસી અધિક કલેકટરશ્રી એસ.જે. ખાચર, મોરબી પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર, હળવદ પ્રાંત અધિકારીશ્રી ધાર્મિક ડોબરીયા, વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી સિદ્ધાર્થ ગઢવી સહિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!