
દેડિયાપાડા બારોટ વિદ્યાલયમાં સ્વ.અહમદ પટેલની જન્મ જયંતિ નિમિતે ફ્રી મેગા મેડિકલ કેમ્પ યોજાયો.
તાહિર મેમણ – ડેડીયાપાડા 23/08/2025 – ડેડીયાપાડાની શ્રી એ.એન બારોટ વિદ્યાલય ખાતે ગુજરાતના પનોતાપુત્ર સ્વ.અહમદ પટેલની જન્મ જયંતિ નિમિતે ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન શ્રી ફૈઝલભાઈ પટેલ દ્વારા, એચએમપી ફાઉન્ડેશન અને સરદાર પટેલ હોસ્પિટલના સહયોગ થકી કરવામાં આવ્યું હતું. જેમાં ૬૦૦ થી વધુ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને કાર્ડિયોલોજી,જનરલ સર્જરી, જનરલ મેડિસિન, આંખના રોગો , સ્ત્રીરોગ, કાન નાક ગાળાના રોગો, ચામડીના રોગો વગેરે નિષ્ણાંત ડોક્ટર દ્વારા ચેકઅપ અને નિદાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૧૦૦ થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓને ઓપરેશન ફ્રી માં કરી આપવામાં આવશે. આ કેમ્પના આયોજન થકી ડેડીયાપાડાની આજુબાજુના વિસ્તારોમાં રહેતા ગરીબ દર્દીઓ કે જે મોંઘા ઉપચાર માટે મોટા શહેરોમાં જઇ શકતા નથી ત્યારે તેવા લોકો ને ઘર બેઠા ડેડીયાપાડા ખાતે આ કેમ્પ થકી લાભ પ્રાપ્ત થયેલ છે. HMP ફાઉન્ડેશન અને સરદાર પટેલ હોસ્પિટલ અને ફૈઝલ પટેલની ખાસ ઉપસ્થિતિ માં આ કેમ્પ યોજાયો હતો ત્યારે ફૈઝલ પટેલ દ્વારા વધુ એક સેવાકીય કાર્ય આ વિસ્તારમાં જોવા મળ્યું હતું. તારીખ 21 ને ગુરુવારે સવારે 10 કલાકથી બપોરે 2 કલાક સુધી આ મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું.આ કેમ્પમાં નિષ્ણાંત તબીબો દ્વારા ફ્રી ચેકઅપ અને કન્સલ્ટેશન ઉપરાંત ફ્રી માં બ્લડ ટેસ્ટ અને દવાઓનું વિતરણ પણ કરવામાં આવેલ હતું.



