શ્રાવણના છેલ્લા સોમવારે સોમવતી અમાસના સહયોગ ને લઈને બાલારામ શિવ ધામમાં ભક્તોની ભીડ
2 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
આજે શ્રાવણનો છેલ્લો સોમવાર સાથે સોમવતી અમાવસ પણ છે જેને લઈને આ દિવસે સ્નાન અને દાનની સાથે પ્રિતુ પૂજન પણ કરવામાં આવે છે આ સોમવતી અમાસ નું મહત્વ ને લઈને ભક્તો જળા અભિષેક બીલીપત્ર ચઢાવવા ભોલેનાથ ને રિજાવાનો પુજા મહત્વ છે તેને લઈને બાલારામ શિવધામ ભક્તોની દર્શન કરવાભારે ભીડ જોવા મળી હતીજપ. તપ .ઉત્સવ ત્રિવેણી સંગમ સમાન શ્રાવણ મહિનો હવે આ સોમવારે પૂર્ણાહુતિ તરફ છે બીજી તરફ આગમી સાત સપ્ટેમ્બરે ગણેશ ઉત્સવની તૈયારીઓ શરૂ થવાની તૈયારીઓ ચાલી રહી છે દરેક શિવ મંદિરમાં હર હર ભોલે નાદ ગુંજી રહ્યા છે પરંતુ સોમવારથી અમાવસ વિશે મહત્વનું કારણે ભક્તો જળા અભિષેક દૂધ અભિષેક અને બીલીપત્ર ચડાવી ભોળાનાથને રિઝવવા માટે વહેલી સવારથી વિવિધ મંદિરોમાં ભક્તોની ભીડ જામી રહી છે ત્યારે પાલનપુર 16 કિલોમીટર અંતરે આવેલા બાલારામ મહાદેવ શિવ મંદિરમાં આ છેલ્લા સોમવારે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું આસપાસના ગામના તેમજ દૂર દૂરથી લોકો વિવિધ માનતાઓ આ છેલ્લા સોમવારે ભક્તો પ્રસાદ ચડાવી પોતાની માનતાઓ પૂર્ણ કરે છે આ વખતે નદીમાં બે કાંઠે પાણી હોવાને લીધે આ સોમવાર નો મેળો શિવ ભક્તોએ દર્શન સાથે સાથે કુદરતી દ્રશ્યની પણ મજા માણી હતી સોમવારના દિવસે મોટી સંખ્યામાં રોજીરોટી કમાવવા બાલારામ વિસ્તારમા ને લઈને વેપારીઓ સ્ટોલો લગાવ્યા હતા કોઈ અન્ય ઘટના ન બને તેને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.આ માહિતી અંગે દિપકભાઈ રાવલે જણાવ્યું હતું.





