ARAVALLIBHILODAGUJARAT

શામળાજી મંદિર ખાતે લાખો ભક્તો ની ભીડ : રાજભોગ ભોજન શાળાબંધ રહેતા ભક્તોમાં નારાજગી, મંદિર ટ્રસ્ટ કંઈક વિચારે – ભક્તજનો 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

શામળાજી મંદિર ખાતે લાખો ભક્તો ની ભીડ : રાજભોગ ભોજન શાળાબંધ રહેતા ભક્તોમાં નારાજગી, મંદિર ટ્રસ્ટ કંઈક વિચારે – ભક્તજનો

ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાતની અરવલ્લી ગિરિમાળા વચ્ચે બિરાજમાન,ભગવાન દેવ ગદાધર યાત્રાધામ શામળાજી ખાતે અલૌકિક સ્વરૂપે દર્શન આપી રહ્યો છે.અહીં ધાર્મિક ઉત્સવો નિમિત્તે દૂર દૂરથી લાખો ભક્તો કાળિયા ઠાકર ના દર્શને આવતા હોય છે. વર્ષોથી શામળાજી મંદિરમાં રાજભોગ ભોજન શાળા ચાલતી હતી ભક્તો રાજભોગનું શુલ્ક ચૂકવી પ્રસાદ આરોગી ધન્યતા અનુભવતા હતા ભગવાનના ધામમાં રાજભોગ પ્રસાદનું અનેરું મહત્વ હોય છે.ત્યારે છેલ્લા કેટલાક સમયથી મંદિર ટ્રસ્ટ દ્વારા આ રાજભોગ ભોજન શાળાને કોઇ કારણોસર બંધ કરવામાં આવી છે જેથી ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી છે. માત્ર અરવલ્લી જિલ્લાનું આજે ગુરુ પૂર્ણિમાના દિવસે એવું કોઈ આસ્થાનું કેન્દ્ર નહીં હોય જ્યાં ભક્તોએ દર્શન કરી ભોજન પ્રસાદીનો લ્હાવો નહિ લીધો હોય ભગવાન શ્રીકૃષ્ણ જગતના ગુરુ છે ગુરુ પૂર્ણિમા પર્વ એ ભક્તો રાજભોગ વગર રહ્યા છે ત્યારે શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજન શાળાની જગ્યાને લઈ કોઈ સમસ્યા હોય તો વૈકલ્પિક વ્યવસ્થા કરી પહેલાની જેમ રાજભોગ રસોડું ચાલુ કરવામાં આવે એવી ભક્તોની માંગ ઉઠી છે

Back to top button
error: Content is protected !!