ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ ખાતે ભૂલકા મેળો યોજાયો.મોબાઈલના દૂર ઉપયોગ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

આણંદ ખાતે ભૂલકા મેળો યોજાયો.મોબાઈલના દૂર ઉપયોગ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

તાહિર મેમણ -આણંદ – 08/09/2025 – આણંદ જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ શાખા દ્વારા પા.. પા.. પગલી પ્રોજેક્ટ અંતર્ગત ભૂલકા મેળાનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના માર્ગદર્શન હેઠળ આણંદના સંગોડપુરા સ્થિત પ્રમુખ સ્વામી અર્બન કમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવ્યું હતું.

 

 

 

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલએ જણાવ્યું હતું કે,સ્કૂલમાં જવા માટેની પૂર્વ તૈયારી સ્વરૂપે પા..પા..પગલી પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે.જે અન્વયે સમગ્ર વર્ષ દરમિયાન ભુલકાઓએ કરેલ પ્રવૃતિઓને મંચ પૂરું પાડવા માટે ભૂલકા મેળો અગત્યનું માધ્યમ બની રહ્યો છે. બાળકોના સર્વાગી વિકાસ માટે આ મુજબના ભૂલકા મેળાનું આયોજન તાલુકા કક્ષાએ પણ થવુ જોઈએ, તેવી લાગણી પ્રમુખશ્રીએ વ્યક્ત કરી હતી.

 

 

દેશના ભવિષ્યના શિલ્પીઓને તૈયાર કરવા માટે ભૂલકા મેળાએ સબળ માધ્યમ બની રહે છે. જેમાં ભૂલકાંઓને પોતાની પ્રતિમા દર્શાવવાનો તક મળે છે. વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે,શિક્ષણ એ માત્ર પુસ્તક પૂરતું સિમિત ન રહેતા તે કલા, વિજ્ઞાન અને સામાજિક પાઠ ભણાવે તે પ્રકારનું હોવું જોઈએ.જે અન્વયે આજના ભૂલકાં મેળો એ ભૂલકાંઓના સર્વાગી વિકાસનું ઉત્તમ માધ્યમ બનશે,તેમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું.

 

આ પ્રસંગે આંગણવાડી કેન્દ્રો દ્વારા બનાવેલ ટીચીંગ લર્નિંગ મટીરિયલ તથા સાંસ્કૃતિક કાર્યક્રમના વિજેતા ભૂલકાંઓને મહાનુભાવના હસ્તે પારિતોષિત એનાયત કરવામાં આવ્યા હતા

Back to top button
error: Content is protected !!