GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ભાયાવદર ગામે હોર્ન કેન્સરથી પીડાતા બળદનું ઓપરેશન કરતી ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇન
તા.૪/૭/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજ્યભરમાં ૧૯૬૨ એનિમલ હેલ્પલાઈન અંતર્ગત મૂંગા પશુઓની સારવાર કરવામાં આવે છે. જે અનુસંધાને ભાયાવદર ગામના એક જાગૃત નાગરિકે ૧૯૬૨ એનિમલ હેલ્પલાઈન પર સંપર્ક કરી હોર્ન કેન્સરથી પીડાતા બળદ વિશે જાણકારી આપી હતી.
જે અન્વયે ૧૯૬૨ એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી અને ડો. પ્રીત ભોરણીયાએ બળદનું ઓપરેશન કર્યું હતું. અને યોગ્ય સારવાર આપીને બળદને પીડામાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. આ સેવાકાર્યમાં પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટરશ્રી પરેશભાઈ અને પ્રોજેક્ટ મેનેજરશ્રી પ્રિયાંકભાઈએ ટીમની કામગીરીને બિરદાવી હતી.