દેડિયાપાડા તાલુકાના જૂના મોઝદા અને સાગબારાના સીમઆમલી ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો,
દેડિયાપાડા તાલુકાના જૂના મોઝદા અને સાગબારાના સીમઆમલી ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો,
વાત્સલ્ય સમાચાર
જેસીંગ વસાવા
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસે ૧૭મી સપ્ટેમ્બરે નર્મદા જિલ્લામાં સેવા અને પ્રકૃત્તિ સંવર્ધનને લગતા ત્રણ મહત્વપૂર્ણ અભિયાનનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે જિલ્લાના સાગબારા તાલુકાના સીમ આમલી ગામે તથા દેડિયાપાડા તાલુકાના જૂના મોઝદા ગામે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની ઉપસ્થિતિમાં સેવાસેતુ, ‘સ્વચ્છતા અભિયાન’ અને ‘એક પેડ મા કે નામ’ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.
સીમ આમલી ગામે સેવા સેતુ અભિયાનના પ્રારંભે સૌ પ્રથમ પદાધિકારી, અધિકારી અને ગ્રામજનો દ્વારા સાથે મળીને સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતાના સપથ લેવામાં આવ્યા હતા. બાદમાં ગ્રામજનોને રાજ્ય સરકારની ૫૩ જેટલી વિવિધ સેવાઓનો લાભ આપવા કેમ્પ યોજાયો હતો. જ્યારે જૂના મોઝદા ગામમાં પણ સેવા સેતુ અભિયાન, સ્વચ્છતા હિ સેવા અભિયાન અને એક પેડ મા કે નામની સાથે હેલ્થ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ગ્રામજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. આ કેમ્પમાં સીમ આમલી ગામે આસપાસના ૨૬ અને જૂના મોઝદા ગામે ૪૬ ગામના લોકોએ નાના-મોટા લાભો લીધા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં પોષણ માસની પણ ઉજવણી ચાલી રહી છે. જેમાં આજે ત્રીજો મંગળવાર એટલે કે અન્ન પ્રાશન દિવસ. આ દિવસની ઉજવણી નિમિત્તે નાંદોદ તાલુકાના ભદામ -૩ કેન્દ્ર ખાતે ૬ મહિના પૂર્ણ થયેલા ત્રણ બાળકોની અન્ન પ્રાશન વિધિ કરીને ઉપરી આહારની શરૂઆત કરવામાં આવી. જ્યારે સાગબારા તાલુકાના સિમઆમલી કેન્દ્ર-૨ ખાતે બે બાળકોને અન્નપ્રાશન વિધિ કરવામાં આવી હતી. બાળકોની માતાને ઉપરી આહાર તથા THRના મહત્વ વિશે જરૂરી સમજણ આપવામાં આવી હતી. પોષણ માસની ઉજવણી સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોને પોષણ શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.
સાગબારા અને દેડિયાપાડા તાલુકામાં પ્રાંત અધિકારી ધવલ સંગાડા, મામલતદાર એસ.વી. વિરોલા, તાલુકા પંચાયતના પ્રમુખ, પદાધિકારી, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, વિવિધ વિભાગોના અઘિકારીઓ ઉપસ્થિત રહી સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ સામૂહિક શ્રમદાનને વેગ આપવાના હેતુથી વિવિધ સ્થળોએ સમૂહ સફાઈની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.