DEDIAPADAGUJARATNARMADA

દેડિયાપાડા મારામારી કેસનો આરોપી દિનેશ હસુ ચોટીલાથી ઝડપાયો.

દેડિયાપાડા મારામારી કેસનો આરોપી દિનેશ હસુ ચોટીલાથી ઝડપાયો.

તાહિર મેમણ – ડેડીયાપાડા – 13/05/2024 -નર્મદા જિલ્લા ના દેડિયાપાડા તાલુકામાં વિસ્તારમાં મારામારી અને તોડફોડ ના ગુનામાં સંડોવાયેલા આરોપી દિનેશ હસુ બાવળિયા સુરેન્દ્ર નગર ના ભીમગઢ પ્રાથમિક શાળાની બાજુમાં રહેતા હોવાની નર્મદા જિલ્લા પોલીસ ને બાતમી મળતા પેરોલ ફર્લો સ્કોડની સંયુક્ત બાતમી આધારે ચોટીલ ખાતે રવાના થયેલ અને 11 મેં 25 ના વહેલી સવારના આરોપી આશાપુરા નાસ્તા હાઉસ, ચોટીલા ખાતે હાજર હોવાની ચોક્કસ બાતમી આધારે તપાસ વોચમાં રહેતાં મળી આવ્યો હતો. નર્મદા જિલ્લા પોલીસની પેરોલ ફર્લો સ્કોડે દેડિયાપાડા વિસ્તારમાં મારામારી અને તોડફોડના કેસમાં નાસતા ફરતા આરોપીને ચોટીલાથી ઝડપી પાડ્યો છે. પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાથી નાસતા ફરતા આરોપીઓને પકડવા વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.

પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સ.ઈ. ડી.આર.રાઠોડને બાતમી મળી હતી કે આરોપી દિનેશ હસુ બાવળિયા સુરેન્દ્રનગરના ભીમગઢમાં પ્રાથમિક શાળાની બાજુમાં રહે છે. આ બાતમીના આધારે ટીમ ચોટીલા પહોંચી હતી. 11 મે ના રોજ વહેલી સવારે આરોપી આશાપુરા નાસ્તા હાઉસ, ચોટીલા ખાતે મળી આવ્યો હતો. પોલીસે તેને પકડી દેડિયાપાડા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

Back to top button
error: Content is protected !!