સીવીએમ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ GATE (CS) પરીક્ષામાં સમગ્ર ભારતમાં 8મો ક્રમ હાંસલ કર્યો

સીવીએમ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ GATE (CS) પરીક્ષામાં સમગ્ર ભારતમાં 8મો ક્રમ હાંસલ કર્યો
તાહિર મેમણ – આણંદ – 25/02/2026 – સી વી એમ યુનિવર્સિટીના વિદ્યાર્થી શ્રેય પટેલે GATE 2026માં મેળવ્યો ઓલ ઇન્ડિયામાં 8મો રેન્ક
સીવીએમ યુનિવર્સિટીની મધુબેન એન્ડ ભાનુભાઇ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકકનોલૉજી (MBIT), ન્યૂ વલ્લભ વિદ્યાનગરના કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થી પટેલ શ્રેયરાજેશ GATE 2026 (Computer Science)માં ઓલ ઇન્ડિયા રેન્ક (AIR) 8 મેળવી સંસ્થાને ગૌરવ અપાવ્યું છે. આ પ્રસંગે સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અને ચારુતર વિદ્યામંડળના ચેરમેન શ્રી ભીખુભાઈ પટેલ, સીવીએમ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર ડૉ. ઇંદ્રજીત પટેલ, રજિસ્ટ્રાર પ્રોફેસર, ડૉ. સંદીપ વાલિયા, પ્રિન્સિપાલ ડૉ. મૌલિકા પટેલે તથા સમગ્ર બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને ગવર્નિંગ બોડીના સભ્યોએ શ્રેય રાજેશભાઇ પટેલને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.
આ અંગે યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર ડો. ઇન્દ્રજીત પટેલે જણાવ્યું હતું કે શ્રેયની આ સિદ્ધિ તેમની મહેનત, દૃઢ નિશ્ચય અને માર્ગદર્શક ફેકલ્ટીના સતત માર્ગદર્શનનું પરિણામ છે. રાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠિત GATE પરીક્ષામાં ટોચનો રેન્ક મેળવવો એ ખૂબ ગૌરવની બાબત ગણાય છે અને આ સફળતા MBIT તથા CVM યુનિવર્સિટીના શૈક્ષણિક ગુણવત્તાને પ્રતિબિંબિત કરે છે. આ સિદ્ધિ દર્શાવે છે કે CVMUના તેજસ્વી વિદ્યાર્થીઓ સરદાર પટેલના વિઝનને સાર્થક કરી રહ્યા છે, આ ઉપલબ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે અને તેઓને ઉચ્ચ લક્ષ્યો હાંસલ કરવા પ્રોત્સાહિત કરશે.





