AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં આહવાનાં ધી ફર્સ્ટ ડિસ્ટ્રીક્ટ ચર્ચ ઓફ ધી બ્રધરન ખાતે સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં ધી ફર્સ્ટ ડિસ્ટ્રીક્ટ ચર્ચ ઓફ ધી બ્રધરન, આહવા ખાતે પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયાનાં માર્ગદર્શન હેઠળ સાયબર અવેરનેસ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યુ હતું.આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક એસ.જી પાટીલ, સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે.ગઢવી તેમજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ટેક્નોલોજીના દુરુપયોગથી નાગરિકોને થતા સામાજિક અને આર્થિક નુકસાનથી બચાવવા અને તેઓ પોતે સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે અંગે વિસ્તૃત માહિતી અને સમજ આપવાનો હતો.આ સાયબર અવેરનેસ કાર્યક્રમમાં મહિલાઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.અહી ઉપસ્થિત પોલીસ અધિકારીઓએ સાયબર ક્રાઇમથી બચવાના વિવિધ ઉપાયો અને સાવચેતીઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. કાર્યક્રમના અંતે  સાયબર સુરક્ષા સંબંધિત પેમ્ફલેટ અને બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે આ જ ચર્ચમાં ગયા રવિવારે CNI પંથ માટે પણ સાયબર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં હાજર રહેલા તમામ લોકોએ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી આ જાગૃતિ પહેલને ખૂબ જ બિરદાવી હતી.પોલીસ વિભાગ દ્વારા નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે કરવામાં આવી રહેલા આ પ્રયાસોની સૌએ પ્રશંસા કરી હતી..

Back to top button
error: Content is protected !!