DEVBHOOMI DWARKADWARKAKHAMBHALIYA

દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.ડી.ધાનાણીખંભાળિયા પ્રાંત અધિકારીશ્રીનાયબ પોલીસ અધિક્ષકશ્રી વગેરેએ પણ મતદાનની પવિત્ર ફરજ નિભાવી

***

આગામી તા.૦૭ મેના રોજ જિલ્લાના મતદારોને મહત્તમ મતદાન કરી લોકશાહીના અવસરમાં ભાગીદાર થવા સૌ અધિકારીઓ દ્વારા અપીલ કરાઈ

***

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

        લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા. ૦૭-૦૫-૨૦૨૪ના રોજ મતદાન થનાર છે. ત્યારે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ/ કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પોસ્ટલ બેલેટથી મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટર શ્રી જી.ટી.પંડ્યા તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.ડી.ધાનાણી સહિત ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ – કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીના અવસરમાં ભાગીદાર થયા હતા.

        મતદાન કર્યા બાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્રી જી.ટી.પંડ્યાએ જણાવ્યું હતું કે, આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ લોકશાહીના મહાપર્વથી કોઈ વંચિત ન રહે તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ પણ પોતાનો મત આપી શકે તે માટે પોસ્ટલ બેલેટ થકી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહ્યું છે. ઉપરાંત  જિલ્લાના સૌ નાગરિકો મહત્તમ મતદાન કરી સશકત લોકશાહીના નિર્માણમાં સહભાગીતા અદા કરવા માટે અપીલ કરી હતી.

        આ ઉપરાંત ખંભાળિયા પ્રાંત અધિકારી શ્રી કે.કે.કરમટા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી હાર્દિક પ્રજાપતિ સહિત અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!