GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારી જિલ્લાનાં કસ્બાપાર ખાતે પશુને તાત્કાલિક સારવાર આપવામાં આવી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લા કસ્બાપાર ગામ ખાતે ચંપકભાઈ ના ઘરે ૨.૫ મહિનાની ભેસના પેટમાં સારણ ગાંઠનો પશુ સારવારનો ઇમર્જન્સી કેસ આવ્યો હતો જ્યાં ફરતી ૧૯૬૨ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર માટે પહોંચી EMRI ગ્રીન હેલ્થ સર્વિસ સંસ્થા ના ડોક્ટર અક્ષિતભાઈ શેલડીયા અને પાઇલોટ રાજેશભાઈ મળીને પશુના હરણીયા ને મૂળ માંથી કાઢીને સફળ ઓપરેશન કર્યું હતું અને હરણ્યા નાં દુખાવામાંથી મુક્તિ આપી હતી . પશુના ઈમરજન્સી સારવાર બદલ પશુ માલીકે EMRI ગ્રીન હેલ્થ સર્વિસ સંસ્થાના ડોક્ટર અને પાયલોટનો આભાર માન્યો હતો.




