ARAVALLIGUJARATMEGHRAJMODASA

અરવલ્લી : 40  થી વધુ બેંક એકાઉન્ટ ભાડે લઈ સાયબર ફ્રોડ કરનાર ગેંગનો પર્દાફાશ – મેઘરજનો 1 અને મોડાસાના 3 આરોપી ઝડપાયા 

અરવલ્લીમાં ‘ઓપરેશન મ્યુલ હંટ ’માં મોટો પર્દાફાશ, ૯.૫૦ લાખનો સાયબર સ્કેમ :-  મેઘરજનો 1 અને મોડાસાના 3 આરોપી ઝડપાયા 

અરવલ્લી

અહેવાલ :- હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : 40  થી વધુ બેંક એકાઉન્ટ ભાડે લઈ સાયબર ફ્રોડ કરનાર ગેંગનો પર્દાફાશ – મેઘરજનો 1 અને મોડાસાના 3 આરોપી ઝડપાયા

અરવલ્લીમાં ‘ઓપરેશન મ્યુલ હંટ ’માં મોટો પર્દાફાશ, ૯.૫૦ લાખનો સાયબર સ્કેમ :-  મેઘરજનો 1 અને મોડાસાના 3 આરોપી ઝડપાયા

 

અરવલ્લી જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસે ‘ઓપરેશન મ્યુલ હંટ’ અંતર્ગત મોટી કાર્યવાહી કરી ૪૦થી વધુ બેંક એકાઉન્ટ ભાડે લઈ સાયબર ફ્રોડ કરનાર ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં અરવલ્લીના ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ બે હજારથી લઈને ૪૦ હજાર રૂપિયા સુધીની લાલચ આપી લોકોના બેંક એકાઉન્ટ ભાડે લેતા હતા. ખાસ કરીને વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટને ટાર્ગેટ બનાવી તેઓ સાયબર ફ્રોડ માટે ઉપયોગ કરતા હતા. આ રીતે મેળવાયેલા એકાઉન્ટ મારફતે સાયબર ઠગાઈથી મળેલા રૂપિયા એકથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા.આ ગેંગ અમદાવાદ અને ભાવનગર સુધીના લોકોના બેંક એકાઉન્ટ ભાડે લઈ કામગીરી કરતી હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીઓએ એપીકે (APK) ફાઇલ્સ તેમજ ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી લોકોને છેતર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.સાયબર ક્રાઇમ પોલીસના જણાવ્યા અનુસાર આ સમગ્ર કૌભાંડમાં અંદાજે રૂ. ૯.૫૦ લાખની ઠગાઈ કરવામાં આવી છે. હાલ ઝડપી લેવાયેલા આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને અન્ય સંડોવાયેલા શખ્સોને ઝડપી લેવા દિશામાં તપાસ ચાલુ છે.પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે પોતાનું બેંક એકાઉન્ટ કોઈને પણ ભાડે ન આપવું તેમજ અજાણી લિંક્સ, એપ્સ અથવા ઑનલાઇન ઓફરો પ્રત્યે સાવચેત રહેવું. સાયબર ગુનામાં સંડોવાયેલા હોવાના પુરાવા મળ્યા તો એકાઉન્ટ ધારકો સામે પણ કાનૂની કાર્યવાહી થઈ શકે છે. આરોપી સચિનભાઇ ધીરજભાઇ બામણા રહે.રાંજેડી તા.મેઘરજ જી.અરવલ્લી સામે મેઘરજ પોલિસ સ્ટેશન ખાતે કુલ 6 ગુન્હા દાખલ થયેલ છે,વિશાલ રણજીતભાઇ રાવળ રહે.સાયરા તા.મોડાસા જી.અરવલ્લી ના મોડાસા ટાઉન અને રૂરલ ખાતે એક એક ગુન્હા દાખલ થયેલ છે

પકડાયેલ આરોપીઓના નામ-સરનામુ

(૧) સચિનભાઇ ધીરજભાઇ બામણા રહે.રાંજેડી તા.મેઘરજ જી.અરવલ્લી

(૨) જયદિપભાઇ મહેશભાઇ વાઘેલા રહે.મકાન નં-૨૫ અરવલ્લી સોસાયટી, સાંઇ મંદિર બાજુ મોડાસા, જી.અરવલ્લી

(3) ખીલવ મહેશભાઇ રાઠોડ રહે.ગુરુકુળ સોસાયટી મોડાસા તા.મોડાસા જી.અરવલ્લી

(૪) વિશાલ રણજીતભાઇ રાવળ રહે.સાયરા તા.મોડાસા જી.અરવલ્લી

Back to top button
error: Content is protected !!