
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગિરિમથક સાપુતારાની જાણીતી સ્ટાર હોલીડે હોમ હોટલના માલિકના પિતા સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા છે.અજાણ્યા સાયબર અપરાધીઓએ તેમના ફોન પે એકાઉન્ટમાંથી કુલ ₹38,240 ટ્રાન્સફર કરી લીધા હોવાની ફરિયાદ સાપુતારા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ડાંગ જિલ્લાના સાપુતારામાં રહેતા ચિરાગભાઈ મહેન્દ્રભાઈ દેશપાંડે, જેઓ સ્ટાર હોલીડે હોમ નામની હોટલ ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 30 મે, 2025ના રોજ ચિરાગભાઈ અને તેમના પિતા હોટલ પર હાજર હતા.તે દરમિયાન, ચિરાગભાઈએ જ્યારે તેમના પિતાનો મોબાઈલ ફોન તપાસ્યો અને ફોન પે એપ ખોલી, ત્યારે તેમને તેમાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન જોવા મળ્યા.આ અંગે વધુ તપાસ કરવા માટે, તેમણે બેંકમાંથી સ્ટેટમેન્ટ કઢાવ્યું હતુ.જેમાં કુલ 15 જેટલા અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા ₹38,240 કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતુ.આ છેતરપિંડીનો ભોગ બનતા, તાત્કાલિક સાયબર હેલ્પલાઇન 1930 પર ફોન કરીને ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ચિરાગભાઈએ સાપુતારા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.હાલમાં સાપુતારા પોલીસે આ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે..





