AHAVADANGGUJARAT

સાપુતારા ખાતે લોન આપવાને બહાને લોન પ્રોસેસિંગનાં નામ પર રેસ્ટોરન્ટ સંચાલક પાસેથી પૈસા ખંખેરી સાયબર ફ્રોડ કરાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ગિરિમથક સાપુતારા ખાતે રેસ્ટોરન્ટ સંચાલકને લોન આપવાની લાલચ આપવામાં આવી હતી.અને ત્યાર બાદ લોન પ્રોસેસિંગનાં નામ પર આ રેસ્ટોરન્ટ સંચાલક પાસેથી ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા.જોકે બાદમાં આ સાયબર ફ્રોડ થયેલ હોવાનું સંચાલકને જણાઈ આવતા સમગ્ર મામલો સાપુતારા પોલીસ મથકે પહોંચ્યો હતો.ડાંગ જિલ્લાનાં સાપુતારા ખાતે આવેલ સાંઈ બજારમાં સચિન ફાસ્ટફૂડ નામનું રેસ્ટોરન્ટ ચલાવનાર દિનેશભાઈ ધાકલુભાઈ હાડળનાં મોબાઈલ ઉપર એક અજાણ્યા નંબર પરથી પ્રિયંકા દિલીપ કામલે નામક યુવતીનો કોલ આવ્યો હતો.અને તેણીને આ રેસ્ટોરન્ટ સંચાલક દિનેશભાઈ હાડળને જણાવ્યું હતું કે,”આપકો કિતની લોન ચાહીયે” તો તેમણે કહેલ કે,” મને પાંચ લાખની જરૂર છે.” ત્યારે તેઓએ દિનેશભાઈ કહેલ કે ,” મે ચેક કરકે બતાતી હું. ” ત્યારબાદ  આધારકાર્ડ, પાનકાર્ડ, બેંક સ્ટેટમેન્ટ, ફોટા વગેરે ડોક્યુમેન્ટ વોટસઅપ ઉપર મોકલવા જણાવેલ જેથી દિનેશભાઈએ માંગેલ બધા ડોક્યુમેન્ટ વોટસઅપ નંબર ઉપરથી મોકલેલ હતા.અને અડધા કલાક પછી કોલ કરીને બતાવેલ કે,”તમારી લોન મંજુર થઈ જશે.” તો દિનેશભાઈ વાત કરેલ કે, લોન મેળવવા માટે કોઇપણ બેંકમાંથી અપ્રુવલ લેટર વગેરે હોય છે તો તમારી બેંકનુ પણ મને મોકલો તો તેમણે કહેલ કે ” અચ્છા મે ભેજતી હું ” તેમ કહી થોડા સમયમાં  એક India bulls Dhani લખાણ વાળુ એક લોન અપ્રુવલ લેટર મોકલેલ જેમાં દિનેશભાઈના નામથી લોન રૂ.5,00,000/- ની લોન મંજુર થવા માટે પ્રોસેસીંગ ફી રૂ.1999/- રહેશે જેવું લખેલ હતુ.જે પ્રોસેસીંગ ફી  QR કોડ સ્કેન કરીને રૂ.2000/- ટ્રાન્સફર કર્યા હતા,જેમાં પ્રદીપ શર્મા નામ આવેલ હતું.ત્યારબાદ પણ આ ઠગ ટોળકીએ સંચાલક પાસે ટુકડે ટુકડે કુલ રૂપિયા 3,999/- ટ્રાન્સફર કરાવ્યા હતા. જોકે બાદમાં આ રેસ્ટોરન્ટ સંચાલક દિનેશભાઈ ને એપ્રુવલ લોનનું લેટર બોગસ લાગતા તેમણે પોતાના નાણા પરત માંગ્યા હતા.પરંતુ અજાણ્યા દ્વારા તેમને નાણા પરત કરવાની ના પાડી હતી.ત્યારે તેમને જણાઇ આવ્યું હતું કે તેમની સાથે સાયબર ફ્રોડ થયેલ છે.જે બાદ દિનેશભાઈ હાડળ દ્વારા સાપુતારા પોલીસ મથકે આ અંગે ગુન્હો નોંધાવ્યો હતો.હાલમાં સાપુતારા પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!