BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ: ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ હેક કરી વિડીઓ કોલથી હેરાન કરતાં ઇસમની ધરપકડ કરતી સાયબર ક્રાઇમ પોલીસ..


સમીર પટેલ, ભરૂચ

સદર ગુનાની હકિકત એવી છે કે, આ કામના ફરીયાદીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો પાસવર્ડ આ કામના આરોપી દ્રારા ફરીયાદીની જાણ બહાર ચોરી-છુપીથી મેળવી તેનો ખોટી રીતે ઉપયોગ કરતો હતો

પોતાની અસલ ઓળખ છુપાવી ફરીયાદીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ નો ઉપયોગ કરી ફરીયાદીના નામથી ફરીયાદીની પત્નિ સાથે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર વિડિયો કોલથી હેરાન કરીને તથા અન્ય વાતચીત કરીને ફરીયાદીને તથા તેના પરીવારને સામાજીક તથા માનસિક રીતે હેરાન કરવાના ઇરાદેથી તથા ફરીયાદીના લગ્ન-જીવનને તોડવાના પ્રયત્નો કરેલ

જે બાબતે ભરૂચ સાયબર ક્રાઇમ પો.સ્ટે. ખાતે ફરિયાદીએ ગુનો નોંધવામાં આવેલ.

સદર બનાવમાં સાયબર ક્રાઇમ પો.સ્ટે. થી સદર ગુનાને શોધી કાઢવા સારૂ સોશીયલ મિડિયા સાઇટ ઇન્સ્ટગ્રામના એકાઉન્ટની માહિતી મેળવી ટેકનીકલ એનાલીસીસ કરી હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આ કામના આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ભરૂચ સાયબર ક્રાઇમે આરોપી ને ઝડપી પાડેલ

Back to top button
error: Content is protected !!