
રાજપીપલા ખાટકીવાડ પાસેથી ડી સ્ટાફે સાત જુગારીઓને ૮૦ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજપીપળા પોલીસે ખાટકીવાડ પાસેથી સાત જુગારીઓને જુગાર રમતા ઝડપી લીધા છે સાથે સાથે મોટરસાયકલ, રોકડા મોબાઈલ,મળી કુલ ૮૦ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે
રાજપીપલા ખાટકીવાડ ઢોળ ખાતે ફિરોજભાઈ હુસેનભાઈ મનિયારના ઘરની આગળ રોડ ઉપર ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે કેટલાક ઇસમો પૈસાથી પત્તા-પાનાનો હાર જીતનો જુગાર રમે છે તેવી બાતમી મળતા પોલીસે રેઇડ કરતા તમામ ઇસમો ૧) રફીકભાઇ ઇસ્માઇલભાઇ શેખ તથા (૨) હુસેનભાઇ કરીમભાઇ મન્સુરી બંન્ને રહે,કસ્બાવાડ રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદા તથા (૩) ફિરોજભાઈ હુસેનભાઈ મનિયાર તથા (૪) ગુલામનબી રસુલભાઈ ગરાસીયા બંન્ને રહે.ખાટકીવાડ રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદા તથા (૫) વિશાલભાઈ પ્રકાશભાઈ અધ્યારુ રહે.વિશાવગા રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદા તથા (૬) ઈમરાનખાન ખાલીદખાન પઠાણ રહે.સિંધીવાડ રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદા તથા (૭) અલીઅહમદ અબ્દુલગફુર લાકડાવાલા રહે. દોલતબજાર રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદા ને સ્થળ ઉપર પકડી પાડી અંગઝડતીના રોકડા રૂ.૭,૧૧૦/- તથા દાવ ઉપરના રૂ.૩,૨૪૦/- મળી કુલ રોકડા રૂ.૧૦,૩૫૦/- તથા મોબાઇલ નંગ.૦૭ જેની કિ.રૂ.૨૦,૫૦૦/- તથા મો.સા.નંગ.૦૨ જેની કિ.રૂ.૫૦,૦૦૦/- તથા પત્તા-પાના નંગ.પર જેની કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિ.રૂ.૮૦,૮૫૦/- નો મુદ્દામાલ સાથે ઝડપી લઇ રાજપીપલા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો રજીસ્ટર કરાવી તપાસ હાથ ધરવામાં આવી છે



