GUJARATHALOLPANCHMAHAL

હાલોલ પુષ્ટિ સંપ્રદાય વૈષ્ણવો દ્વારા દાન એકાદશી પર્વની ઉજવણી કરાઇ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૫.૯.૨૦૨૪

હાલોલ પુષ્ટિ સંપ્રદાય વૈષ્ણવો દ્વારા દાન એકાદશી પર્વની ઉજવણી ભક્તિસભર વાતાવરણ માં તૃતીય પીઠ ની ચોથી પેઢી ના કાંકરોલી યુવરાજ પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય શ્રી ની ઉપસ્થિતિમાં હાલોલ ના પાવાગઢ રોડ સ્થિત સિંધવવ ખાતે શનિવાર ના રોજ ઢળતી સાંજે કરવામાં આવી હતી.દાન એકાદશી પર્વ નિમિત્તે હાલોલ પુષ્ટિ સંપ્રદાય ના વૈષ્ણવો દ્વારા પૂ સિદ્ધાંત કુમારજી મહોદય શ્રી નું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.પુષ્ટિ સંપ્રદાયમાં દાન એકાદશી પર્વ એટલે પ્રભુને હાથો હાથ અપાતું દાન.દાન એકાદશી ના દિવસે વ્રજમાં શ્રી ઠાકોરજી એ વ્રજ ભક્તોનું દાન હાથો હાથ અંગીકાર કર્યું હતું. તે પરંપરા અનુસાર હાલોલમાં પણ છેલ્લા આઠ દાયકા થી પણ વધુ સમય થી પરંપરા ચાલતી આવી છે. જે અંતર્ગત ગતરોજ તૃતીય પીઠ ની ચોથી પેઢી ના કાંકરોલી યુવરાજ પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય શ્રી નું હાલોલ ના સિંધવાઈ ખાતે સ્વાગત કરી હાલોલ વૈષ્ણવ મંદિર ના કીર્તન કારોએ દાન લીલાના ધોળ,પદ,ના કીર્તન નું ગાન કરી વૈષ્ણવો વ્રજ ભક્તો બનીને પૂજ્ય શ્રી ને હાથો હાથ દાન અંગીકાર કરીને કૃતાર્થ થયા હતા.ત્યારબાદ પૂજ્યશ્રીએ હાલોલ ની છગન મગન લાલજી હવેલી, અને પ્રભુ શ્રી દ્વારકાધીશ મંદિર ખાતે શયનમાં પ્રભુની આરતી ઉતારીને અલૌકિક લાવો વૈષ્ણવો લઈને હવેલીમાં પણ વૈષ્ણવો પૂ સિદ્ધાંત કુમારજી મહોદય શ્રી ને દાનલીલા પર્વ નિમિત્તે હાથો હાથ દાન અંગીકાર કરી ચરણસ્પર્શ પ્રણામ કરતા ભાવુક બન્યા હતા.વચનામૃત દ્વારા દાનલીલા દાન એકાદશી સંપ્રદાયમાં મહત્વ શું છે જેની વિસ્તૃત માહિતી આપી હતી. શુભમ ભવતુ કલ્યાણસ્તુ એમ શુભ આશીર્વાદ આપ્યા હતા.

Back to top button
error: Content is protected !!