BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ પોલીસને મળી સફળતા ડિજિટલ એરેસ્ટ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ

સમીર પટેલ, ભરૂચ

મુંબઈના વસઈ વિસ્તારમાંથી આરોપી ઝડપાયો તબીબ પાસે પડાવ્યા હતા રૂ.14 લાખ અગાઉ એક આરોપીની થઈ ચૂકી છે ધરપકડ ભરૂચના ઇખર ગામમાં તબીબી પ્રેક્ટિસ કરતા ડોક્ટર પાસે ડિજિટલ એરેસ્ટના નામે રૂપિયા 14 લાખ પડાવી લેવાના મામલામાં પોલીસે વધુ એક આરોપીની મુંબઈથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ભરૂચના ટંકારીયા ગામમાં રહેતા અને ઇખર ગામમાં તબીબની પ્રેક્ટિસ કરતાં ડો.બશીરઅહેમદ ઇબ્રાહિમના મોબાઇલ પર સપ્ટેમ્બર મહીનામાં એક વ્યક્તિનો કોલ આવ્યો હતો.જેમાં તેણે પોતાનું નામ રાહુલ કુમાર હોવાનું તેમજ તે પોતે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ઓળખ આપી હતી તેમના નામ પર મુંબઈમાં ખરીદેલા સીમકાર્ડનો નંબર કેનેરા બેન્કના એકાઉન્ટમાં લિંક કરવામાં આવ્યો છે.જેનાથી 6.80 કરોડ રૂપિયાની હેરાફેરી થઇ છે અને તેના બદલામાં તેમને 68 લાખ રુપિયા મળ્યાં હોવાનો ડર આપી તેમને ડિજિટલ અરેસ્ટ કરીને માનસિક ત્રાસ આપીને 14 લાખ તેમના એકાઉન્ટ માંથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી છેતરપીંડી કરાઈ હતી.

આ મામલે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ તથા દસ્તાવેજો અંગેની તપાસ કરી હતી
સાથે જ આરોપીઓએ ફરીયાદી પાસેથી મેળવેલ નાણા જે બેંક એકાઉન્ટમાં જમા થયેલ તે નાણાકીય ટ્રાન્જેક્શનની માહિતી મેળવી ટેકનીકલ એનાલીસીસ કરી હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે વધુ એક આરોપી અને મુંબઈના વસઈ વિસ્તારમાં આવેલ વસંત રેજેન્સીના મકાન નંબર એચ 201માં રહેતા હુસૈન ઉર્ફે સમીર મોહમ્મદ ઇબ્રાહીમની ધરપકડ કરી છે. પોલીસે આ અગાઉ પાટણની સ્વદુરવિલા સોસાયટીમાં રહેતા પાર્થ પંચાલ નામના આરોપીની ધરપકડ કરી હતી.

Back to top button
error: Content is protected !!