તા.૨૨.૦૪.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના ખરોડ ગામે જમનાદાસ કંપનીના રોડ પાસે ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર દેશી હાથ બનાવટની રિવોલ્વર સાથે આરોપીને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ
દાહોદ તાલુકા પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં નીકળેલ દાહોદ એલસીબી પોલીસે ખરોડ ગામે સડક ફળિયા જમનાદાસ કંપની ની પાસે રસ્તા પરથી ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતા એક કર્મચારીને રૂપિયા 2000 ની કિંમતની કિંમતની દેશી હાથ બનાવટની રિવોલ્વર સાથે પકડી પડી જેલના સળિયા પાછળ મોકલી આપ્યાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર દાબોદ એલસીબી પોલીસ ગઈકાલે રાતે દાહોદ તાલુકા પોલીસ મથકના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખરોડ વાણીયાવાવ ફળિયામાં રહેતો અને ખાનગી ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરતો ફ્રાંસીસકુમાર ઉદેસિંગભાઈ નીનામા પોતાની પાસે દેશી હાથ બનાવટની ગેરકાયદેસર રિવોલ્વર રાખી ખરોડ ગામે સડક ફળિયામાં આવેલ જમનાદાસ કંપની પાસે રોડ પર ઉભો હોવાની ગુપ્ત બાતમી મળી હતી. જે બાતમીને આધારે દાહોદ એલસીબી પોલીસ તાબડતોબ બાદમી વાળી જગ્યાએ દોડી ગઈ હતી અને ત્યાં ઉભેલા શંકાસ્પદ લાગતા ખરોડ ગામના વાણીયાવાવ ફળિયાના ફ્રાન્સિસકુમાર ઉદેશીંગ ભાઇ નીનામાને ઝડપી પાડી તેની અંગ જડતી લઈ રૂપિયા 2000 ની કિંમત દેશી હાથ બનાવટની ગેરકાયદેસર રિવોલ્વર પકડી પાડી કબ્જે લઈ અત્રેની કચેરીએ લાવી પકડાયેલ સદર રિવોલ્વ બાબતે પૂછપરછ હાથ ધરતા તેણે સદર રિવોલ્વર તેના મરણ ગયેલ દાદા રૂપસિંહભાઈ કાળુભાઈ નીનામા ક્યાંકથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું . આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે દાહોદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા, તાલુકા પોલીસે આ મામલે ખરોડ ગામના વાણીયાવાવ ફળિયામાં રહેતા ફ્રાન્સીસકુમાર ઉદેસિંગભાઈ નીનામા વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ ૨૫ (૧-બી)(એ) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે