GUJARATMORBIMORBI CITY / TALUKO

GUJRAT – ગુજરાત માં બે દિવસમાં બે કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા!

GUJRAT – ગુજરાત માં બે દિવસમાં બે કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા!

 

 

રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી

ગુજરાતમાં દિન પ્રતિદિન ભ્રષ્ટાચારનો ગ્રાફ વધી રહ્યો છે સરકાર ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક પગલાં ભરી રહી છે છતાં તેમાં સુધારો થતો નથી તેવી બે દિવસમાં બે ઘટનાઓ સામે આવી છે જેમાં એક ઇન્કમટેક્સ નો સુપ્રીન્ટેન્ડેન્ટ રૂપિયા પાંચસો ની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો છે જ્યારે બીજા બનાવમાં જાફરાબાદમાં મામલતદાર કચેરીનો રેવન્યુ તલાટી મંત્રી રૂપિયા દશ હજાર ની લાંચ લેતા એસીબી નાં છટકામાં આબાદ ઝડપાઇ ગયો છે. પહેલા બનાવની વાત કરીએ તો વડોદરામાં વેપારીને નવો બિઝનેસ શરૂ કરવા હોય પોતાના આધાર કાર્ડ માં જે નામ અને સરનામું હતું તે પાનકાર્ડમાં સુધારો કરવો હતો આ ઉપરાંત રેસિડેન્શીયલ સ્ટેટ્સ માં પણ સુધારો કરવો હતો જેથી આ ફરીયાદી ઇન્કમટેક્સ ઓફિસમાં ઓફિસ સુપ્રીન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા નીતિશ ભારતી નેં લેખીત અરજી આપી હતી જેમાં ક્વોરી કાઢી નેં ડોક્યુમેન્ટ મંગાવ્યા હતા અને આ કામ પુરૂં કરવા માટે રૂપિયા એક હજાર ની લાંચ માંગી હતી પરંતુ ફરીયાદી લાંચ ની રકમ આપવા માગતા ન હોય તેમણે એસીબી માં ફરીયાદ નોંધાવી હતી અને એસીબી ટીમે છટકું ગોઠવીને ફરીયાદી પાસેથી રૂપિયા પાંચસો ની લાંચ લેતા ઇન્કમટેક્સ ઓફિસના ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ નીતિશ ભારતી ને એસીબી ની ટીબે લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા જ્યારે બીજા બનાવમાં જાફરાબાદ મામલતદાર કચેરીનો રેવન્યુ તલાટી મંત્રી ટીંબી ગામે જમીનનું એકત્રીકરણ કરવા માટે રૂપિયા દશ હજાર ની લાંચ લેતાં એસીબી ટીમે રંગે હાથ ઝડપી લીધો છે .જેમાં પ્રાપ્ત થયેલી વિગત મુજબ એક જાગૃત નાગરિકને જમીનનું એકત્રીકરણ કરવા માટે જાફરાબાદ મામલતદાર કચેરીમાં અરજી કરેલ હતી. આ જમીન એકત્રીકરણની કામગીરી કરવા ફરજ પરના રેવન્યુ તલાટી મંત્રી પ્રવીણભાઈ કેશુભાઈ માયડા એ રૂપિયા દસ હજાર ની લાંચ ની માંગણી કરી હતી. પણ અરજદાર લાંચ ની રકમ આપવા માગતા ન હોય તેમણે એસીબીમાં ફરિયાદ કરી હતી. ફરીયાદ બાદ ભાવનગર એસીબી એકમ નાં ઇન્ચાર્જ મદદનીશ નિયામક એસ.એન. બારોટ ની સુપરવિઝન હેઠળ અમરેલી એસીબી ઇન્ચાર્જ પી.આઈ. આર.ડી. સગર અને તેની ટીમે જાફરાબાદ નાં ટીંબી ગામે ભાડા ચાર રસ્તા પાસે અરજદાર પાસેથી રૂપિયા દસ હજાર ની લાંચ લેતા તલાટી રેવન્યુ તલાટી મંત્રી પ્રવીણ કેશુભાઈ માયડા ને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા હતા. ભ્રષ્ટાચાર વિરુદ્ધના અભિયાનમાં જોડાયેલા આ બન્ને કેસ નાં ફરીયાદીઓ અને બન્ને કેસમાં સફળ ટ્રેપ કરનાર એસીબી ટીમને પરિવર્તન સંકલ્પ સમર્થન સમિતિ મોરબી એ અભિનંદન પાઠવ્યા છે.

Back to top button
error: Content is protected !!