તા.૧૦.૧૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા તેના સ્થાપના દિન નિમિત્તે બેદિવસીય પ્રતિબધ્ધતા સમારોહ ની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વિવિધ ક્ષેત્રના વ્યક્તિઓ અને સંસ્થા કે જેઓએ પોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપ્યું છે તેમને શેઠ ગિરધરલાલ સંસ્કાર એવોર્ડ અપાયા હતા
દાહોદ ખાતે અત્યંત પ્રતિષ્ઠિત અને સો વર્ષ કરતા પણ જૂની શૈક્ષણિક સંસ્થા કે જેની 30 જેટલી સંસ્થાઓ કે.જી થી પી જી સુધી કાર્યરત છે અને 19,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ આ સંસ્થામાં અભ્યાસ કરે છે તેવી સંસ્થા દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દર વર્ષે નવમી ડિસેમ્બરે તેનો સ્થાપના દિવસ ઉજવે છે. ચાલુ વર્ષે 8 ,9 ડિસેમ્બર દરમિયાન ઉજવાયેલા બે દિવસીય મહોત્સવમાં પ્રથમ દિવસે સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા હસુભા વાચનાલય ખાતે નગરની શોભા અભિવૃદ્ધિ માટે નવનિર્મિત ફૂવારા નું ઉદઘાટન તેમજ કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે ના વરદહસ્તે સ્ટુડન્ટ્સ કાઉન્સિલિંગ સેન્ટર નું ઉદઘાટન તેમજ જાહેર જનતા માટે સોસાયટી સંચાલિત શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો નવમી ડિસેમ્બર સવારે શશીધન ડે સ્કૂલ પ્રાયમરી વિભાગમાં સરસ્વતી માતા ની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. નવમી ડિસેમ્બરે જ સાંજે 4:30 કલાકે સંસ્થાના અર્બન ક્રીડાંગણ ખાતે સંસ્થાનો ધ્વજારોહણ કાર્યક્રમ સંપન્ન થયો હતો. સંસ્થાના પ્રમુખ શ્રી પંકજભાઈ શેઠે ધ્વજારોહણ કર્યા પછી સૌને કર્મશીલ અને પ્રતિબધ્ધ બનવાની હાકલ કરી હતી તો ત્યાર પછી તરત જ દાદરવાલા એમ્ફી થિયેટર ખાતે કેશુભાઈ હરિભાઈ ગોટીના વરદ હસ્તે અધ્યક્ષ માતૃ કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ – સુરત ના સ્મરણિકા અમૃત યોગ-વિમોચન નું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ પ્રતિષ્ઠિત શેઠ ગિરધરલાલલાલ સંસ્કાર એવોર્ડ એનાયત કરાયા હતા પ્રથમ દિવસે સાંસદ જશવંતસિંહ ભાભોર તેમજ કલેક્ટર યોગેશ નિરગુડે ની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન થયું હતું સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી સુરેશભાઈ શેઠ મંત્રી અંજલી બેન પરીખ, પ્રમુખ પંકજ શેઠ, ખજાનચી રાજેશ બંસલ વિગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ એવોર્ડ વિધિ સંપન્ન કરવામાં આવી હતી એવોર્ડ અર્પણ વિધિમાં સંસ્થાના કર્મચારીઓ શહેરીજનો અને આમંત્રિતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આમ દાહોદ ખાતે આ ખાતે બે દિવસીય મહોત્સવ ખૂબ ધામધુમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો