તા.૨૧.૦૬.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ બેન્ક ઓફ બરોડા, દ્વારા ૧૧ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસંગ પાર્ટી પ્લોટના સભાગૃહ ખાતે કરાઈ
બેન્કના અધિકારીઓ , કર્મચારીશઓ , યોગ સાધકોએ યોગાભ્યાસ કર્યો વિશ્વભરમાં ૧૧મા આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે દાહોદમાં આવેલ પ્રસંગ પાર્ટી પ્લોટ સભાગૃહ ખાતે “યોગા ફોર વન અર્થ, વન હેલ્થ” ની થીમ સાથે યોજાયેલી આ ઉજવણીમાં લીડ બેન્ક મેનેજરે જે. એસ. પરમાર દ્વારા યોગા કરાવવામાં આવ્યા હતા. જેમા રામ નરેશ યાદવ, રીજીયોનલ મેનેજર દાહોદ, પ્રવિણ ગાંધી, ડેપ્યુટી રીજીયોનલ મેનેજર, લ્યુસીઅન ટોપો એચ. આર. હેડ દાહોદ અમીત અગ્રવાલ આર. બી. ડી. એમ. દાહોદ શૈલેન્દ્રસિંઘ મુખ્ય પ્રબંધક, ગોદી રોડ શાખા, નીકુ ગુપ્તા, દાહોદ મુખ્ય શાખા સહિત બેન્કના અન્ય અધિકારીઓ , કર્મચારીઓ , યોગ સાધકોએ ઉપસ્થિત રહી કોમન યોગ પ્રોટોકોલનો યોગાભ્યાસ કર્યો હતો ત્રષિમુનિઓની દેન એવા યોગને વડાપ્રધાનએ દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડયો છે ત્યારે કેન્દ્ર તથા રાજ્ય સરકાર યોગને દરેક ઘર, ગામ તથા શહેરના નાગરિકો સુધી પહોંચાડવા કટિબદ્ધ બની છે. આ જ સંકલ્પને સાર્થક કરવા ૨૧ જૂનના યોગ દીવસની ઉજવણી સાથે રાજ્ય સરકાર દ્વારા આ દિશામાં વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. યોગ એ જીવન જીવવાની કળા છે. યોગ એક દિવસ માટે નહીં પરંતુ દૈનિક જીવનમાં અપનાવવો જોઇએ. યોગથી માત્ર શરીર જ નહીં પરંતુ મન પણ સ્વસ્થ બને છે. યોગના કારણે તણાવ ઘટતા સકારાત્મક વિચાર થકી રોગમુક્ત બનવામાં મદદ મળે છે. સમગ્ર વિશ્વે યોગનો સ્વીકાર કર્યો છે ત્યારે યોગ સાથે જોડાઇને સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાતના અભિયાનમાં આપણે સૌએ સહભાગી બનવું જોઈએ