તા.૧૧.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ શહેરમાં ખાણીપીણીની દુકાનો તેમજ સ્ટોલો પર ઓચિંતી તપાસ હાથ ધરી હતી લાયસન્સ ન ધરાવતાં ૩ ખાણીપીણીની લારીઓના માલિક સામે દંડનીય કાર્યવાહી કરી
હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે દાહોદ જિલ્લા ખોરા અને ઔષધ નિયમન તંત્રના ખોરાક વિભાગ દ્વારા દાહોદ શહેરમાં ખાણીપીણીની દુકાનો તેમજ સ્ટોલો પર ઓચિંતી તપાસ હાથ ધરી હતી જેમાં મુખ્યત્વે એફએસએસએઆઈનું લાયસન્સ ન ધરાવતાં ૩ ખાણીપીણીની લારીઓના માલિક સામે દંડનીય કાર્યવાહી કરી કુલ રૂા.૨૪૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ સાથે સાથે આગામી દિવસોમાં ઉનાળાની ઋતુને ધ્યાનમાં લઈ દાહોદ શહેરમાં ઠંડા પીણાની લારીઓ, કેરીના રસની લારીઓ, શેરડીની લારીઓ વિગેરે જેવી ઠંડાપીણાની લારીઓ પર પણ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે
દાહોદ જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ખોરાક વિભાગ દ્વારા ડેઝીગ્નેટેડ ઓફિસર વી.ડી રાણા સાહેબની સુચના અનુસાર, જિલ્લાના ફુડ સેફટી ઓફિસરો તેમજ નગરપાલીકાના ફુડ સેફટી ઓફિસર દ્વારા તારીખ ૧૦/૦૩/૨૦૨૫ ના રોજ દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં ભગીની સમાજની બાજુમાં તેમજ નેહરૂ બાગની આજુબાજુ આવેલ ખાણી-પીણી, ફાસ્ટફુડ, પકોડીની લારીઓમાં તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમ્યાન લારીઓ એફએસએસએઆઈનું લાયસન્સ/રજીસ્ટ્રેશન ધરાવે છે કે નહી તેની તપાસ કરેલ ત્યારબાદ લારીઓમાં સાફ સફાઇ, રોમટીરીયલની તપાસ કરેલ આવી કુલ ૧૪ લારીઓની તપાસ કરેલ હતી. આવી ૧૪ લારીઓમાંથી કુલ ૦૩ લારી પાસે એફએસએસએઆઈનું રજીસ્ટ્રેશન જાેવા મળેલ નહી તેમજ આ ત્રણેય લારીમાં સાફ સફાઇનો અભાવ જાેવા મળ્યો હતો. ખોરકમાં વાપરવામાં આવતા શાકભાજીની ગુણવતા યોગ્ય જણાઇ આવેલ નહીં તેમજ તૈયાર ખાધ-ચીજ અને રો-મટીરીયલ ને યોગ્ય રીતે ઢાંકવવામાં આવેલ નથી તેમજ ખાધ-ચીજ કે અન્ય વેસ્ટને યોગ્ય રીતે ડસ્ટબીનમાં નિકાલ કરેલ નથી. રો-મટીરીયલ ની ખરીદી યોગ્ય ઉત્પાદક પેઢી/ડીસ્ટ્રીબ્યુટર પેઢી ની પાસેથી ખરીદ કરવામાં આવેલ નથી. (બીલ કે અન્ય પુરાવો રજુ કરેલ નથી.) તેમજ તૈયાર ખાધ-ચીજ ને જમવા કે પેક કરવા સારૂં ન્યુઝ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. આમ ત્રણેય લારીઓના માલીક દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ રેગ્યુલેશન ૨૦૧૧ ની શિડયુલ-૪ હેઠળની પાર્ટ-૧ ની જાેગવાઇઓ અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ની એડવાઇઝરીઓનું પાલન કરેલ નથી જેથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ના ડેઝીગ્નેટેડ ઓફિસર શ્રી વી.ડી રાણા સાહેબ દ્વારા આ ત્રણ લારીઓના માલીક ને ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની કલમ-૬૯ મુજબ ક્મ્પાઉન્ડીંગ ઓફેન્સ અન્વયે કાર્યવાહી કરી ત્રણેય લારીઓના માલીકને રૂપીયા ૮૦૦/-લેખે કુલ રૂપીયા ૨૪૦૦/-નો દંડ કરેલ છે. જ્યાં સુધી લારીના માલીક આ દંડની રકમ નહી ભરે ત્યાં સુધી તેમનો ધંધો અને લારી બંધ રાખવાનો હુકમ ડેઝીગ્નેટેડ ઓફિસર સાહેબ દ્વારા કરવામાં આવેલ છે. દંડ ભરેથી તેમનો ધંધો અને લારી ફરી શરૂ કરી શકાશે. ઉનાળાની ઋતુને ધ્યાનમાં લઇ ઠંડા પીણાની લારીઓ, કેરીના રસના તંબુઓ તથા શેરડીના તંબુઓ તેમજ આઈસ ફેક્ટરીઓનું પણ ચેકીંગ કરવા ફુડ સેફ્ટી ઓફીસરઓને સુચના આપવામાં આવેલ છે. કાયદા મુજબનું પાલન ન થયેથી તેઓની સામે લાયસન્સ/રજીસ્ટ્રેશન રદ કરવા અને દંડની કડક કાર્યવાહી કરવામાં આવશે