
તા.૧૮.૧૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા દાહોદ હાટ બજારમાં ગ્રાહક જાગૃતિ અંગેના પેમ્પલેટ નું વિતરણ કરાયું. દાહોદ ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રાષ્ટ્રીય: ગ્રાહક અધિકાર દિન નિમિત્તે ગ્રાહક જાગૃતિ સપ્તાહ તારીખ.૧૮.૧૨.૨૦૨૪ થી તારીખ.૨૪.૧૨.૨૦૨૪ સુધી ઉજવણી કરવામાં આવનાર છે જે અંતર્ગત દાહોદ ખાતે દાહોદ હાટ બજારમાં ગ્રાહકોમાં જાગૃતિ આવે તે માટે ગ્રાહક જાગૃતિ અંગેના પેમ્પલેટ નું વિતરણ ગ્રાહકોને કરવામાં આવ્યું અને આ અંગે ગ્રાહકોને જાગૃત કરવામાં આવ્યા હતા તે પ્રસંગ ગ્રાહક સુરક્ષા મંડળ દાહોદના મંત્રી સાબીર શેખ કાર્યાલય મંત્રી લક્ષ્મણભાઈ ભાટિયા એ ઉપસ્થિત રહી ગ્રાહકોને માર્ગદર્શન આપ્યું હતું





