DAHODGUJARAT

દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

તા. ૨૯. ૦૬. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આવેલ અરજીઓનો ત્વરિત નિરાકરણ લાવવા કલેકટર યોગેશ નિરગુડે દ્વારા સૂચના અપાઈ

દાહોદ:- સામાન્ય લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે સમગ્ર રાજ્યમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવે છે જે પ્રશ્નોનું આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદાર નાગરિકો અને સંબંધિત અધિકારીઓની હાજરીમાં સાંભળીને તેનું નિરાકરણ લાવવામાં આવે છે

દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાના અરજદારો દ્વારા વિવિધ વિષયોને લગતા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં આર. સી. સી. રોડ, ગૌચરના દબાણો દૂર કરવા બાબત, જમીન સંપાદન, જમીનના હદ-નિશાન કરવા બાબત, ભૂગર્ભ ગટર કનેક્શન ઉપરાંત માપણી નકશા જેવા પ્રશ્નોની અરજદાર નાગરિકો દ્વારા જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કલેકટર યોગેશ નિરગુડે સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કલેકટર દ્વારા જિલ્લા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાએથી ઉપસ્થિત અરજદારોના વણ ઉકલ્યા પ્રશ્નોને સાંભળી સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી અરજદારોના પ્રશ્નોનું ઝડપથી અને સમય મર્યાદામાં નિરાકરણ લાવવા માટે સૂચના આપવામાં આવી હતી.જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટરશ્રી જે.એમ.રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ.પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ , પ્રાંત અધિકારી એ.કે.ભાટીયા, નાયબ પોલીસ અધિક્ષક રાઠોડ સહિત અન્ય સબંધિત વિભાગના અધિકારીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!