SABARKANTHA

*પીએમ આવાસથી વંચિત રહી ગયેલા લાભાર્થીઓને પાકું આવાસ મેળવવાની ફરી એકવાર તક મળશે*

અહેવાલ:- પ્રતિક ભોઈ

*પીએમ આવાસથી વંચિત રહી ગયેલા લાભાર્થીઓને પાકું આવાસ મેળવવાની ફરી એકવાર તક મળશે*
****
*પીએમ આવાસ યોજના અંતર્ગત સાબરકાંઠાના ૭૨૮ ગામો અવાસના ૫૦૩૯૮ નવા લાભાર્થીઓનું સર્વેક્ષણ કરાયુ*
*****
સાબરકાઠા જિલ્લામાં પ્રઘાનમંત્રી આવાસ યોજના(ગ્રા) ૨.૦ હેઠળ વર્ષ ૨૦૨૪-૨૦૨૫નો હાલમાં સર્વે શરુ છે. જેમા ઘરવિહોણા લોકોને ઘરનુ ઘર મળી રહે તે માટે જરૂરિયાત મંદ લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ આ૫વા માટે સાબરકાંઠા જિલ્લાના ૮ તાલુકામાં કાચા આવાસ ઘરાવતા હોય અને ખૂલ્લો પ્લોટ હોય તેવા લાભાર્થીઓ માટે સર્વેની કામગીરી શરૂ છે.
સાબરકાઠા જિલ્લામાં આજ દિનની સ્થિતિએ સાબરકાઠા જિલ્લાના તમામ તાલુકાઓના ૭૨૭ ગામોમાંના ૫૦૩૯૮ લાભાર્થીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્ચુ હતુ. વઘુમાં વઘુ લાભાર્થીઓને આવાસ મળી રહે તે અને કોઇ ઘરવિહોણા લાભાર્થી લાભથી વંચિત ન રહે તે આ૫ણા માન.વડાપ્રધાનશ્રીનો લક્ષ છે.
હાલમાં શરૂ થયેલ સર્વેમાં સાબરકાંઠા જિલ્લાના ૮ તાલુકાના ૭૨૮ ગામોમાં સર્વેની કામગીરી પ્રગતિમા છે. વઘુમાં વઘુ લાભાર્થીઓને આવાસનો લાભ મળે તે માટે ગ્રામ વિકાસ સએજન્સી ઘ્વારા પ્રયાસો હાથ ઘરવામાં આવે છે. એમ ગ્રામ વિકાસ એજન્સીની અખબારી યાદીમાં જણાવાયુ છે.
****
*તાલુકવાર થયેલો સર્વે*
****
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર-૪૨૬૬, ઇડર-૨૮૪૯ ખેડબ્રહમા-૧૭૧૩૩ પોશીના-૧૫૭૦૯ પ્રાંતિજ-૧૦૦૮, તલોદ-૩૬૪૮ વડાલી-૧૧૬૫ વિજયનગર તાલુકામાં -૪૬૨૦ મળી કુલ ૫૦૩૯૮ લાભાર્થીઓનો સર્વે કરાયો છે. જિલ્લા વિકાસ અઘિકારીશ્રીના માર્દર્શન હેઠળ તથા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.પી.પાટીદારની દેખરેખમાં પીએમ આવાસોના નવા સર્વે તથા જુના વર્ષના પૂર્ણ કરવાના બાકી આવાસોની કામગીરી ઝડ૫ભેર પૂર્ણ થાય તેવા પ્રયાસો હાથ ઘરવામાં આવ્યા છે.
****

Back to top button
error: Content is protected !!