DAHODGUJARAT

દાહોદ જિલ્લા પત્રકાર એકતા ફાઉન્ડેશન દ્વારા નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

તા.૧૨.૦૧.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લા પત્રકાર એકતા ફાઉન્ડેશન દ્વારા નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

દાહોદ જિલ્લા પત્રકાર એકતા ફાઉન્ડેશન દ્વારા નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમ તા.૧૨.૦૧.૨૦૨૫ ના રોજ સવારે ૧૧ કલાકે રેટિયા રોડ ડોકી સબ જેલ ની સામે પત્રકાર એકતા ફાઉન્ડેશન ઓફિસ ખાતે યોજાયો હતો.દાહોદ જિલ્લા પત્રિકાર એકતા ફાઉન્ડેશનના રાષ્ટ્રીય પ્રમુખ સુભાષભાઈ એલાણી, ગુજરાત ગુજરાત પ્રદેશ પ્રમુખ નિપૂણ ભટ્ટ,દાહોદ જિલ્લા પ્રમુખ દિનેશભાઈ પરમાર, રાષ્ટ્રીય સંયોજક નરેશભાઈ ચાવડા તેમજ દાહોદ જિલ્લાના પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા.દાહોદ જિલ્લા પત્રકાર એકતા ફાઉન્ડેશનના નવા વર્ષ ૨૦૨૫ના સ્નેહ મિલનના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન દાહોદ ૧૩૨ વિધાનસભાના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી હાજર રહ્યા હતા, પત્રકાર એકતા ફાઉન્ડેશનના રાષ્ટ્રીય પ્રમુખ દ્વારા દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીને સાલ ઓઢાવી અને પુષ્પગુચ્છ આપીને બહુમાન કરવામાં આવ્યું હતું.દાહોદ જિલ્લા પત્રકાર એકતા ફાઉન્ડેશન દ્વારા નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમાં દાહોદ જિલ્લાથી આવનાર તમામ પત્રકાર મિત્રોને જેવા કે ઈલેક્ટ્રીક પ્રિન્ટ મીડિયાના મિત્રો અને પ્રેસ મીડિયાના પત્રકારના મિત્રો હાજર રહ્યા હતા.દાહોદ જિલ્લા પત્રકાર એકતા ફાઉન્ડેશન સ્નેહ મિલનના કાર્યક્રમમાં આવનાર તમામ મિત્રો ઇલેક્ટ્રીક મીડિયામાં મિત્રો ને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા અને વરિષ્ઠ પત્રકારોને સાલ ઓઢાવી અને પુષ્પ ગુચ્છ બહુમાન કરવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!