
તા.૦૧.૧૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ અનાજ માર્કેટમાં થયેલી 5 લાખ ની લૂંટ કરતી મહિલા ટોળકીને ઝડપી પાડતી દાહોદ જીલ્લા પોલીસ
દાહોદમાં ભીખ માંગવાના બહાને 5 લાખની ચોરી કરનાર ગેંગને પોલીસે ઝડપી પાડી છે, આ ગેંગ મા છ મહિલા અને એક પુરુષ સહિત સાત આરોપીઓની ધરપકડ કરવામા આવી છે, પોલીસે ચોરી કરેલ 5 લાખ મળી 6 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.દાહોદ અનાજ માર્કેટમાં ભીખ માંગવાના બહાને વેપારીની નજર ચૂકવી પાંચ લાખ રૂપિયાની રોકડ ચોરી કરનાર મહિલા ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. આ ગુનામાં છ મહિલા અને એક પુરુષ સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી ચોરીના પાંચ લાખ રૂપિયા અને એક લાખ રૂપિયાની ટાટા સફારી કાર સહિત કુલ છ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.આ ઘટના 29 ઓક્ટોબરે બની હતી. અનાજ માર્કેટની એક ઓફિસમાં છ મહિલાઓએ પ્રવેશ કરી વેપારીની નજર ચૂકવી ડ્રોઅરમાંથી પાંચ લાખ રૂપિયા ચોરીને ફરાર થઈ ગઈ હતી. વેપારીએ દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.પોલીસે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ અને શહેરમાં લાગેલા નેત્રમ કેમેરા તપાસ્યા હતા. જેમાં આરોપીઓ સફેદ ટાટા સફારી કારમાં મધ્યપ્રદેશના અલીરાજપુર તરફ ભાગ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ટેક્નિકલ એનાલિસિસ અને ગુપ્ત માહિતીના આધારે આરોપીઓ ઈન્દોરથી પરત દાહોદ તરફ આવી રહ્યા હોવાનું પોલીસને માલૂમ પડ્યું.
આ માહિતીના આધારે ખંગેલા ચેકપોસ્ટ પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી. આવતા-જતા વાહનોની તલાશી લેતી વખતે બાતમીમાં દર્શાવેલ કાર આવતાં પોલીસે તેને ઘેરી લઈ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ અનાજ માર્કેટમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી ઝડપાયેલા આરોપીઓ મહારાષ્ટ્રના રહેવાસી છે. તેમના નામ ચરણ વાઘરી, ચીણગી ઉર્ફે સંગીતા વાઘરી, ચંદા ઉર્ફે ચંદન ઉર્ફે ચંદ્રિકા વાઘરી, અમૃતા વાઘરી, કોયલ વાઘરી, સોના વાઘરી અને નીતા પવાર છે. આ ટોળકી ભીખ માંગવાના બહાને ઓફિસ કે ઘરમાં ઘુસી લોકોની નજર ચૂકવી તિજોરી કે ટેબલમાંથી પૈસા-દાગીના ચોરી કરે છે.આ




