દાહોદ જિલ્લા સ્ટેટ રિવ્યુ મિશન અંતર્ગત મુલાકાત ૧૦ થી ૧૩ ડિસેમ્બર ૨૦૨૫ સુધી દાહોદ જિલ્લાની મુલાકાતે
AJAY SANSI2 hours agoLast Updated: December 10, 2025
0 1 minute read
તા.૧૦.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લા સ્ટેટ રિવ્યુ મિશન અંતર્ગત મુલાકાત ૧૦ થી ૧૩ ડિસેમ્બર ૨૦૨૫ સુધી દાહોદ જિલ્લાની મુલાકાતે
દાહોદ જિલ્લામાં માનનીય કમિશ્નર, રૂરલ હેલ્થ તેમજ મિશન ડાયરેક્ટર, નેશનલ હેલ્થ મિશનના માર્ગદર્શન હેઠળ રાજ્ય કક્ષેથી નિયુક્ત કરવામાં આવેલ સ્ટેટ રિવ્યુ મિશનની ટીમ તા. ૧૦ ડિસેમ્બર ૨૦૨૫ થી ૧૩ ડિસેમ્બર ૨૦૨૫ સુધી જિલ્લા મુલાકાતે હાજર રહેશે.મુલાકાત દરમ્યાન દાહોદ જિલ્લાના વિવિધ આરોગ્ય સંસ્થાઓ જેમ કે આયુષ્માન આરોગ્ય મંદિર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHCs), સામુહિક આરોગ્ય કેન્દ્રો (CHCs) તથા જીલ્લા હોસ્પિટલની મુલાકાત લેવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા અમલમાં મુકાતી વિવિધ યોજનાઓ, પ્રોગ્રામોની કામગીરી, ઉપલબ્ધ સુવિધાઓ અને સેવા ગુણવત્તાનો વિસ્તારપૂર્વક અભ્યાસ તથા નિરીક્ષણ કરવામાં આવશે.સ્ટેટ રિવ્યુ મિશનનો ઉદ્દેશ જિલ્લાની આરોગ્ય સેવાઓને વધુ મજબૂત, અસરકારક અને જનહિતકારી બનાવવા તેમજ છેવાડાના નાગરિકોને આરોગ્ય સેવાઓ ઝડપી, સુલભ અને ગુણવત્તાસભર રીતે મળે તે સુનિશ્ચિત કરવાનો છે. ટીમ દ્વારા સ્થળ મુલાકાત દરમિયાન જરૂરી માર્ગદર્શન, સૂચનો તથા સુધારાના મુદ્દાઓ રજૂ કરવામાં આવશે દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ સંકળાયેલા સંસ્થાઓને વિનંતી કરવામાં આવે છે કે મિશનની મુલાકાત સફળ બનાવવા માટે જરૂરી આયોજન, માહિતી અને સહયોગ પૂરો પાડવો.જીલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે ની મુલાકાત લઈ SRM કામગીરી અને આયોજન બાબતે અવગત કરવામાં આવ્યા સ્થળ મુલાકાત – જીલ્લા ક્ષય કેન્દ્ર અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર–૧ સ્ટેટ રિવ્યુ મિશનની મુલાકાતના ભાગરૂપે જીલ્લા ક્ષય કેન્દ્ર તથા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર–૧ ની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન ટીમ દ્વારા સંસ્થાઓમાં ઉપલબ્ધ સુવિધાઓ, કાર્યપ્રવાહ, રોગ નિયંત્રણ સેવાઓ અને દસ્તાવેજીકરણની સમીક્ષા કરવામાં આવી તેમજ જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા.