DAHODGUJARAT

દાહોદની GRP પોલીસે મધ્યપ્રદેશના સગીર વયના પ્રેમી પંખીડાઓને પકડી મધ્યપ્રદેશ પોલીસને સોપાયા

તા.૨૩.૦૧.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદની GRP પોલીસે મધ્યપ્રદેશના સગીર વયના પ્રેમી પંખીડાઓને પકડી મધ્યપ્રદેશ પોલીસને સોપાયા

 

દાહોદના રેલ્વે સ્ટેશન ખાતે ગુજરાત રેલ્વે પોલીસના સ્ટાફના માણસો ગત 20 જાન્યુઆરીએ રાત્રીના 11 વાગ્યાના સમય દરમિયાન પ્લેટફાર્મ-2 પર પેટ્રોલિંગ કરતા પો.કોન્સ રવિભાઈ અમૃતભાઈ સોલંકી ને તેવા સમયે પ્લેટફાર્મ નંબર 2-3 ઉપર બે સગીર વયની છોકરીઓ તથા બે છોકરાઓ શકમંદ હાલતમાં મળી આવતા તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી તેઓ મધ્યપ્રદેશના હોવાનું જણાવ્યું હતું અને પોત પોતાના ઘરેથી લગ્ન બંધનમાં બંધાવા માટે ભાગીને આવ્યા હોવાનું જણાવ્યું હતું અને આ સગીર વયની છોકરીઓની સાથે ઉત્તરપ્રદેશના મથુરા વુંદાવન ખાતે જઈ અને લગ્ન કરવાના હોવાનું જણાવ્યું હતું પરંતુ તેઓ ચારેય જણા ઇન્દોરથી મથુરા જવાના બદલે બીજી ટ્રેનમાં બેસી જતા તેઓ દાહોદ સુધી આવી પહોંચ્યા હતા ત્યારે તમામને GRP પોલીસ મથકે લાવી વધુ પૂછપરછ કરી તેમના માતા પીતા સાથે સંપર્ક થતા તેઓના માતા પિતાએ જણાવ્યું હતુંકે અમારી છોકરીઓ ગત 19 જાન્યુઆરી ના દિવસેથી કોચિંગ ક્લાસમાં જવાનુ કહી ઘરેથી નીકળી ગયેલીયો હતી ત્યારે અમે મધ્યપ્રદેશના વિદિશા જિલ્લાના શમશાવાદ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવેલો છે તેમ જણાવતા દાહોદ GRP પોલીસે શમશાવાદ પોલીસ મથકમાં જાણકારી આપતા શમશાવાદ પોલીસ દાહોદ આવી જતા આ ચારેય સગીર વયના પ્રેમી પંખીડાઓને મધ્યપ્રદેશ પોલીસને સોપવામાં આવ્યા હતા ત્યારે અપહરણ અંગેનો ગુનો નોંધાતા મધ્યપ્રદેશ પોલીસે દાહોદથી ઝડપાયેલા આ ચારેય પ્રેમી પંખીડાઓને લઈને મધ્યપ્રદેશ પોલીસ રવાના થઈ હતી

Back to top button
error: Content is protected !!