
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ: ઢેકવા ગામે થી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર બોગસ ડોકટર ઝડપાયો
મેઘરજ તાલુકા ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જિલ્લા SOG ટીમ પેટ્રોલિંગ માં હતી તે દરમિયાન બાતમી અને હકીકત ને આધારે ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારના ઢેકવા ગામે એક ઇસમ મેડિકલ ડિગ્રી વિના માત્ર અનુભવના આધારે દર્દીઓ ને તપાસી ગેરકાયદેસર રીતે એલોપેથીક દવાઓ થી સારવાર કરે છે જે હકીકત ને આધારે તપાસ કરતા ઇસમ નામે શંકરભાઇ દિનેશભાઈ મનાત રહે પાદર મહુડી તા મેઘરજ જે કોઇપણ જાતની મેડિકલ ડિગ્રી કે સર્ટીફીકેટ વગર ડોકટર તરીકેનું રૂપ ધારણ કરી બીમાર લોકોને તપાસી એલોપેથીક દવા તેમજ ઇન્જેક્શન આપી બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે બેદરકારી ભર્યું કૃત્ય કરી તેમજ ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ કરી દવાઓ તથા સાધનોથી બીમાર વ્યક્તિઓ ને પોતે ડૉક્ટર નહીં હોવા છતાંયે તપાસી છેતરપિંડી કરી એલોપેથીક દવાઓ થતા મેડિકલ સાધનો રૂપિયા 5090/- ના મુદ્દામાલ સાથે પકડાઈ જઈ ગૂન્હો કરેલ હોય ઇસરી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસર કાર્યવાહી કરી ગૂન્હો દાખલ કરવામાં આવેલ છે




