DAHODGUJARAT

દાહોદ ઝાલોદ હાઇવે દાહોદ કોર્ટ નજીક બે મોટર સાઇકલ વચ્ચે અકસ્માત એકનું મોત ત્રણની હાલત ગંભીર 

તા.૧૮.૦૧.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ઝાલોદ હાઇવે દાહોદ કોર્ટ નજીક બે મોટર સાઇકલ વચ્ચે અકસ્માત એકનું મોત ત્રણની હાલત ગંભીર

દાહોદના છાપરી ગામ નજીક દાહોદ ઝાલોદ હાઈવે કોર્ટ નજીક બે મોટર સાઈકલ વચ્ચે અકસ્માત સર્જાયો જાણવા મળ્યા અનુસૂસાર ઝાલોદ હાઇવે અને દાહોદ તરફથી બન્ને મોટર સાઇકલ પર સવાર એક બાળક સહિત ચાર જેટલા લોકો પૂર ઝડપે પોતાના કબ્જાની મોટર સાઈકલ લઈ પૂર ઝડપે અને ગફલત ભરી રીતે મોટર સાઇકલ ચલાવી લાવી તે હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા.તે દરમ્યાન અચાનકજ મોટર સાઇકલ ચાલકોએ પોત પોતાની મોટર સાઈકલના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બન્ને મોટર સાઈકલ સામ સામેં ધડાકાભેર રીતે અઠળાતા મોટર સાઇકલ પર સવાર તમામ લોકો મોટર સાઈકલ લઈ રોડ પર ફગોળાતા તમામને માથા તેમજ શરીરે ગંભીર ઈજાઓ થવા પામી હતી.જેમાંથી એક મોટર સાઇકલ ચાલકનું ઘટના સ્થળેજ઼ મોત નીપજ્યું હતું.અકસ્માત તથા આસપાસના લોકો એ કઠા થયા અને ૧૦૮ અને પોલીસને અકસ્માતની જાણ કરવામાં આવી જેની જાણ તથા ૧૦૮ અને પોલીસ તાતકાલિક ઘટના સ્થળે પહોંચી તમામ ઈજાગ્રસ્તો અને અકસ્માતમાં મૃત્યુ પામેલ ઈસમને ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા અને પોલીસ દ્વારા અકસ્માતના કારણે થયેલ ટ્રાફિક ને હળવો કરવાની કામગિરી કરી.અકસ્માત ને લઈ પૂછતાજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે

Back to top button
error: Content is protected !!