
તા.૦૮.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ LCB એ રણધીકપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નાનીવાવ ગામેથી, એક યુવકને દેશી હાથ બનાવટના કટ્ટા સાથે ઝડપી પાડ્યો
દાહોદ LCB ટીમ રણધિકપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતી. તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી. જે બાતમીના આધારે LCB ની ટીમે નાનીવાવ ગામે પાડલિયા તરફ જતા રસ્તા ઉપર નાકાબંધી ગોઠવી હતી. નાકાબંધી દરમિયાન એક શંકાસ્પદ યુવકની તપાસ કરતા તેની પાસેથી દેશી હાથ બનાવટનો કટ્ટો મળી આવ્યો હતો જેથી પોલીસે ₹ 2000 ની કિંમતના દેશી હાથ બનાવટનો કટ્ટો કબજે કરી, કટ્ટા સાથે ઝડપાયેલા સિંગવડ તાલુકાના નાનીવાવ ગામના અશ્વિન રમેશ નીનામા વિરુદ્ધ રણધીકપુર પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





