દાહોદ LCB નો સપાટો મધ્યપ્રદેશ નજીક ખંગેલા બોર્ડર ઉપર ₹. 36,74,564/- નો વિદેશી દારૂ મુદ્દામાલ કર્યો જપ્ત
AJAY SANSI6 minutes agoLast Updated: January 11, 2026
0 2 minutes read
તા.૧૧૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ LCB નો સપાટો મધ્યપ્રદેશ નજીક ખંગેલા બોર્ડર ઉપર ₹. 36,74,564/- નો વિદેશી દારૂ મુદ્દામાલ કર્યો જપ્ત
દાહોદ જિલ્લાના કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમા ગુજરાત – મધ્યપ્રદેશ બોર્ડર ખંગેલા ચેક પોસ્ટ ઉપરથી આઇસર ટ્રકમા પ્લાસ્ટીકના ફુલર ફ્રેમની આડમાથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરની પેટીઓ નંગ – ૨૭૧ જેમા બોટલો નંગ – ૭૧૮૮ ની કિ.રૂ.૨૧,૬૯,૫૬૪/- નો પ્રોહી મુદ્દામાલ તથા હેરાફેરીમા ઉપયોગમા લીધેલ આઈસર ટ્રક કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ – ૦૧ કિ.રૂ.૫૦૦૦/-, પ્લાસ્ટીકના કુલર ફ્રેમ મળી કુલ કિ.રૂ.૩૬,૭૪,૫૬૪/- ના મુદ્દામાલ સાથે રાજસ્થાન રાજ્યના આરોપીને ઝડપી પાડી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓની સુચના મુજબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા દાહોદનાઓએ જિલ્લામા પ્રોહીની અસામાજીક પ્રવૃતીઓ ઉપર અંકુશ લાવી સદંતર નેસ્તનાબુદ કરવા સારુ લીસ્ટેડ પ્રોહી બુટલેગરો ઉપર તેમજ મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજ્યમાંથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી / પરીવહન કરતા ઈસમો ઉપર વોચ ગોઠવી તેઓના આશ્રય સ્થાનો ઉપર રેઇડ કરી પરીણામલક્ષી કામગીરી કરવા સારુ એલ.સી.બી.ટીમને જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ.જે અનુસંધાને એલ.સી.બી. સ્ટાફના માણસોની જુદી – જુદી ટીમો પ્રોહીબિશનની પ્રવૃતિ આચરતા ઈસમો તેમજ પ્રોહી બુટલેગર ઉપર વોચ ગોઠવી માહિતી એકત્રિત કરવાની કામગીરીમા કાર્યરત હતી. દરમ્યાન પો.ઇન્સ. એસ.એમ.ગામેતી એલ.સી.બી.નાઓની સુચના મુજબ આજ રોજ પો.ઇન્સ. ડી.આર.બારૈયા તથા પો.સબ ઇન્સ. આર.વી.રાઠોડ તથા પો.સબ ઇન્સ. એન.બી. પરમાર તથા એલ.સી.બી. ટીમ કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગ ફરી ખંગેલા ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન એલ.સી.બી.,પો.ઈન્સ. એસ.એમ.ગામેતી નાઓને બાતમી હકિકત મળેલ કે, એક બંધ બોડીના આઈસર ટ્રક રજી.નંબર MP 09 GH 5071 માં ઇંગ્લીશ દારૂ ભરેલ છે જે મધ્યપ્રદેશ પીટોલ બાજુથી ગોધરા તરફ જનાર છે. જે આધારે વ્યુહાત્મક રીતે આયોજનબધ્ધ વોચ ગોઠવી આઈસર ટ્રકમાં તપાસ કરતા ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇગ્લીશ દારૂ તથા બીયરના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી કતવારા પો.સ્ટે. પ્રોહીબિશનનો ગુનો કરનાર આરોપી જયરામ S/o તેજાયમ મોતીરામ જાતે જાટ (હેરાજાટ) ઉ.વ.૨૭ ધંધો.ડ્રાઇવીંગ રહે. નહેરોકાટલા પોસ્ટ કુંદનપુર તા.સેડવા જી.બાડમેર (રાજસ્થાન) પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલમા ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ તથા બિયરની પેટીઓ નંગ – ૨૭૧ જેમા બોટલો નંગ – ૭૧૮૮ ની કિ.રૂ.૨૧,૬૯,૫૬૪/- નો પ્રોહી મુદ્દામાલ તથા ઇંગ્લીશ દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ EICHER ટ્રક ગાડી નંબર MP 09 GH 5071 ની કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- તથા ટ્રક ચાલક પાસેથી મળી આવેલ મોબાઇલ નંગ – 4 કિ.રૂ.૫૦૦૦/- તથા પ્લાસ્ટીકના કુલર ફ્રેમ નંગ – ૧૮ મળી કુલ કિ.રૂ. ૩૬,૭૪,૫૬૪/- નો મુદામાલ કબ્જે કરી રાજસ્થાન રાજ્યના આરોપીને ઝડપી પાડી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢવામા દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળેલ છે.
«
Prev
1
/
102
Next
»
કેન્દ્ર સરકાર સામે મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા અગત્યનું માંગણીઓ મૂકવામાં આવી.