DAHODGUJARAT

દાહોદ લાયન્સ ક્લબ ઓફ સીટી દ્વાર કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ ઉજવણી કરાઈ

તા.૨૮.૦૬.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ લાયન્સ ક્લબ ઓફ સીટી દ્વાર કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ ઉજવણી કરાઈ

લાયન્સ ક્લબ દાહોદ સીટી દાહોદ જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિ કરે છે તે અંતર્ગત શાળા પ્રવેશોત્સવ અને સમાજ ઉત્સવ ની થીમ પર કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ તારીખ.૨૬-૨૭ અને ૨૮ જૂન ૨૦૨૫ દરમિયાન દાહોદ તાલુકાની જુદી જુદી શાળાઓમાં કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા જેમાં દાહોદ તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો સરપંચઓ એસએમસીના અધ્યક્ષ એસએમસીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જે અંતર્ગત વિજાગઢ પ્રાથમિક શાળામાં. ૫૫ નાના ભૂલકા ,કાકરા ડુંગરા વર્ગ પ્રાથમિક શાળા લીમડાબરા.૩૬ નાના ભૂલકાઓ, પાડા મુખ્ય પ્રાથમિક શાળામાં.૨૫ નાના ભૂલકાઓ ,ખેરીયા પ્રાથમિક શાળામાં. ૨૫ નાના ભૂલકાઓ, જુનાપાણી મુખ્ય પ્રાથમિક શાળામાં. ૫૫ નાના ભૂલકાઓને અને કોટડા બુર્જર્ગ પ્રાથમિક શાળામાં.૩૧ નાના ભૂલકાઓ સ્કૂલ બેગ આપી ઉજ્જવલ ભવિષ્યની શુભકામનાઓ સાથે શાળામાં પ્રવેશ અપાવ્યો હતો લાયન્સ ક્લબ ઓફ દાહોદ સિટીના પ્રમુખ ઈલેક્ટ લાયન કમલેશ લીમ્બાચીયા, મંત્રી લાયન યુસુફીભાઈ કાપડિયા, ઉપપ્રમુખ લાયન અનિલ અગ્રવાલ ના હસ્તે સ્કૂલ. ૨૨૭ આંગણવાડી, બાલવાટિકા અને પ્રથમ ધોરણના બાળકોને પ્રવેશ સ્કુલ બેગ આપી કરાવવામાં આવી આ ઉપરાંત પ્રત્યેક ધોરણના પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામ સન્માનિત કરવામાં આવ્યા હતા સ્પર્ધાત્મક પરીક્ષાઓ સી ઈ ટી અને એન એમ એન એસ મેરીટ માં આવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા આ ઉપરાંત દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના શિક્ષક મિત્રો ,વિદ્યાર્થીઓ,એસએમસીના સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!