DAHODGUJARAT

દાહોદ જિલ્લા તેમજ પંચમહાલ જીલ્લામા જુદી-જુદી જગ્યાએ મળી કુલ તેર (૧૩) ઘરફોડી ચોરીના ત્રણ આરોપીને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ 

તા. ૨૩. ૧૧. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લા તેમજ પંચમહાલ જીલ્લામા જુદી-જુદી જગ્યાએ મળી કુલ તેર (૧૩) ઘરફોડી ચોરીના ત્રણ આરોપીને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ

દાહોદ જિલ્લા તેમજ પંચમહાલ જીલ્લામા જુદી-જુદી જગ્યાએ મળી કુલ તેર (૧૩) ઘરફોડ| યારીના અનડિટેકટ ગન્હાઓ હ્યમન સોર્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી ડિટેકટ કરી ચોરીમાં ગયેલ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા મળી કુલ કિ.રૂ.૭,૦૩,૧૪૪/- ના મુદ્દામાલ સાથે ત્રણ (૦૩) આરોપીઓને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ

દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ નાસતા કરતા આરોપીઓની વોચમા નિકળેલ દરમ્યાન એલ.સી.બી.ટીમને ખાનગી રાહે| બાતમી હકિકત મળેલ કે, માતવા ગામ બાજુથી કેટલાક ઇસમો બહારથી લાવેલ મુદામાલનો ભાગપાડવા સારૂ રોઝમ જંગલમા બનાવેલ ઓરડીમા ભેગા થયેલા છે.તે બાતમી આધારે તપાસ કરી ત્રણ ઇસમોને સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા સાથે ઝડપી પાડયા.જેથી ત્રણેય ઇસમો પાસેથી મળી આવેલ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ| રુપિયા બાબતે તથા તેઓની હાજરી બાબતે પૂછતા ગલ્લા તલ્લા કરી કોઇ સંતોષકારક જવાબ આપવામાં નહી આવ્યા.જેથી ત્રણેય ઇસમો પાસેથી મળી આવેલ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા કોઇ ચોરી કરી કે છળકપટથી લાવેલા હોવાનં જણાઇ આવેલ હોય જેથી ત્રણેય ઇસમો પાસેથી સોના-ચાંદીના દાગીના કિ.૩.૬,૩૩,૧૪૪/- તેમજ રોકડ| રૂપિયા ૭૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૭,૦૩,૧૪૪/-કબ્જે લઇ કાયદેસર ની કાર્યવાહી કરેલ.જે પકડાયેલ આરોપીઓને વિશ્વાસમાં લઇ યુકિ્ત પ્રયુકિ્તથી ઘનિષ્ઠ પૂછપરછ કરતા પોતે પોતાના સાગરીતો સાથે ભેગા મળી દાહોદ જિલ્લા તેમજ પંચમહાલ જીલ્લામા જુદી-જુદી જગ્યાએ ઘરફોડ ચોરી કરી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી લઇ આવેલ હોવાની કબુલાત કરતા ત્રણે ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી

Back to top button
error: Content is protected !!