દાહોદ તાલુકાના ભાઠીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સબ સેન્ટર–૧ નું દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના હસ્તે લોકાર્પણ

તા.૦૭.૦૩.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના ભાઠીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સબ સેન્ટર–૧ નું દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના હસ્તે લોકાર્પણ
દાહોદ તાલુકાના ભાઠીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસ્તકના સબ સેન્ટર–1 નું લોકાર્પણ દાહોદ તાલુકાના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના હસ્તે કરવામાં આવ્યું હતું. આશરે રૂપિયા ૪૫ લાખના ખર્ચે નિર્મિત આ સબ સેન્ટર ગામ તથા આસપાસના વિસ્તારોના નાગરિકોને આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી તૈયાર કરવામાં આવ્યું છે. નવા સબ સેન્ટર શરૂ થતાં વિસ્તારમાં રહેતા નાગરિકોને પ્રાથમિક આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનશે. આ દરમિયાન ભાઠીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, એફએચડબલ્યુ, એમપીહેડબલ્યુ, સીએચઓ, આશા બહેનો, આરબીએસકે ટીમ તથા ગામના અગ્રણી નાગરિકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા સભ્ય, માજી તાલુકા પંચાયત પ્રમુખ તથા જિલ્લા ભાજપ મહામંત્રી, ગામના સરપંચ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા





