તા.૧૯.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ નેચર હેલ્પ ફાઉન્ડેશન દ્વારા દાહોદ તાલુકાના ખરોડ ગામ ના ખેતરમાંથી ગંભીર ઈજાગ્રસ્ત શિયાળને રેસ્ક્યુ કર્યું
હેલ્પ ફાઉન્ડેશનના વિશાલભાઈ ખરાડીયાને દાહોદ તાલુકાના ખરોડ ગામ ખાતેથી પશુ પ્રેમી દ્વારા ટેલિફોનીક જાણકારી આપવામાં આવી અને જણાવ્યું કે.ખરોડ ગામના ખેતરમાં જંગલી પ્રાણી શિયાળ ખેતરમાં જોવા મળી છે.અને તે શિયાળ એકજ જગ્યા પર બેસી છે.અને તેના શરીરે ગંભીર ઈજાઓ થઇ લે છે.જેની જાણ તથાજ વિશાલ ભાઈ ખરાડીયા તેમના સાથી મિત્ર કુંદન બામણીયાને સાથે રાખી ખરોડ ગામેં પહોંચી ઈજાગ્રસ્ત હાલતમાં ખુલ્લા ખેતરમાં બેઠેલી શિયાળને સાવચેતી પૂર્વક સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી દાહોદ ના પ્રકિતી મિત્ર મંડલ ખાતે લાવી તેની સારવાર હાથ ધરાઈ હોવાનું નેચર હેલ્પ ફાઉન્ડેશનના સભ્ય વિશાલ ભાઈ ખરાડીયા દ્વારા જણાવવામાં આવ્યુ છે.