
તા.૩૧.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સુશાસન સપ્તાહ અંતર્ગત કરાઇ ઉજવણી
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦મી જન્મ જયંતીના ઉપલક્ષમાં તેમની પ્રેરણાદાયી જીવનગાથા પર આધારિત નાટ્યની પ્રસ્તુતિ કરાઇ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હેઠળની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, દાહોદ ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦મી જન્મ જયંતીના ઉપલક્ષમાં તેમની પ્રેરણાદાયી જીવનગાથા પર આધારિત નાટ્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.સુશાસન સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન અને વક્તાઓ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુડ ગવર્નન્સ વિષય ઉપર ડૉ. સુધીરભાઈ જોષી, જિલ્લા આયુર્વેદ અધિકારી,દાહોદ દ્વારા યુવાઓને વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. તથા કડિયા રાજવી દ્વારા અટલ બિહારી વાજપેયીજીની સુપ્રસિદ્ધ કવિતાઓનું પઠન કરી વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય બોદર સાહેબ, જિલ્લા યુવા વિકાસ અધિકારી, પ્રાંત યુવા વિકાસ અધિકારી તથા કોલેજના અધ્યાપકો અને ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહેલા હતા





