દાહોદ નવજીવન સાયન્સ કોલેજ,એન.એસ.એસ. એકમ ૧ અને ૨ ની સપ્ત દિવસીય ‘સ્વચ્છતા – જનજાગૃતિ ગ્રામ શિબિર’ નો સમાપન સમારોહ ભીલ સેન્ટ્રલ સ્કૂલ મુવાલીઆ ખાતે યોજાયો

તા.૨૨.૦૨.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:
આજરોજ તા.૨૧.૦૨.૨૦૨૬ શનિવાર સવારે.૦૮:૦૦ કલાકે દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ,દાહોદ ના એન.એસ.એસ. એકમ ૧ અને ૨ ની સપ્ત દિવસીય ‘સ્વચ્છતા – જનજાગૃતિ ગ્રામ શિબિર’ નું આયોજન ભીલ સેન્ટ્રલ સ્કૂલ મુવાલીઆ ખાતે કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો સમાપન સમારોહમાં સમારોહના અધ્યક્ષ અને ઉદ્ઘાટક તરીકે ડૉ.ફરીદ સૈયદ, આંણદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી સંલગ્ન એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ પોલિટેક્નિક કોલેજ દાહોદના આચાર્ય તેમજ પ્રેરક ઉપસ્થિત એવા ભીલ સેન્ટ્રલ સ્કૂલ મુવાલીઆના આચાર્ય.વત્સલાબેન બમણિયા, સી.આર.સી.જનક પટેલ સર, નવજીવન સાયન્સ કોલેજ ના કાર્યકારી આચાર્ય ડૉ.જી.જે.ખરાદી, કોલેજના સ્ટાફ સભ્યો, શાળાના સ્ટાફ સભ્યો, શાળાના બાળકો અને એન.એસ.એસ. ના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ દ્ધારા સ્વયંસેવકો ને રાષ્ટ્ર માટેના ઉમદા કાર્યો, સમાજ સેવા અને યુવા વિદ્યાર્થીઓનું રાષ્ટ્ર માટે યોગદાન ની માહિતી આપી સ્વયંસેવકોને પ્રોત્સાહન પુરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં સ્વયંસેવકો દ્વારા તેમજ શાળાના બાળકો દ્વારા સ્વાગત ગીત અને સાંસ્કૃતિક નાટ્ય રજૂ કરવામાં આવ્યું હતું. અને છેલ્લા વર્ષ ના સ્વયંસેવકોને બે વર્ષ દરમિયાન કરવામાં આવેલી ઉત્તમ કામગરી માટે મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ.શ્રેયસ પટેલ અને પ્રોગ્રામ ઓફિસર .નીલ પટેલ ના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકો દ્ધારા કરવામાં આવ્યું હતું




