
તા.૧૯.૦૫.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદમાં બહુચર્ચિત મનરેગા કૌંભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રો પર તવાઈ : એક પછી એક બંન્ને પુત્રોની ધરપકડ કરતી દાહોદ પોલીસ
મંત્રી બચુ ખાબડના મોટા પુત્ર બળવંતની ધરપકડ બાદ પોલીસે નાના પુત્ર કિરણ ખાબડની પણ ધરપકડ કરી લેતાં દાહોદ જિલ્લાના રાજકારણમાં સન્નાટો મંત્રીના બંન્ને પુત્રોની ધરપકડ થતાં હવે મંત્રી બચુ ખાબડ બંન્ને પુત્રોને જેલમાંથી બહાર કાઢવા માટે કેવા પ્રકારનું રૂખ અપનાવશે તેની પર સૌની નજર એક તરફ ૨૬મી દેશના વડાપ્રધાન મોદી દાહોદ આવી રહ્યાં છે તો બીજી તરફ દાહોદના આ મનરેગા મહા કૌંભાંડનું પ્રકરણ રાજકીય ઘેરાવોમાં બદલાય તો નવાઈ પામવા જેવુ નહીં
દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારીઆમાં ૭૦ કરોડ ઉપરાંતના મનરેગા મહા કૌંભાંડ પ્રકરણમાં દાહોદ પોલીસ દ્વારા એકપછી એક આરોપીઓની ધરપકડનો દૌર આરંભ કરી રહી છે તેમાંય દાહોદના મંત્રી બચુ ખાબડના બંન્ને પુત્રોનીના આ મહા કૌંભાંડમાં આરોપીઓ તરીકે નામો જાહેર થતાં દાહોદ પોલીસ દ્વારા થોડા દિવસો પહેલા બળવંત ખાબડની ધરપકડ કરી હતી અને બાદમાં આજરોજ વડોદરા-હાલોલ હાઈવે પરથી કિરણ ખાબડની પણ ધરપકડ કરી લેતાં દાહોદ જિલ્લાની સાથે સાથે સમગ્ર ગુજરાત રાજ્યના આ મહા કૌંભાંડમાં બંન્ને મંત્રી પુત્રોની સંડોવણી બહાર આવતાં રાજકીય ભુકંપ સર્જાયો છે. એક તરફ દાહોદમાં નરેન્દ્ર મોદી ૨૬મીએ આવી રહ્યાં છે અને બીજી તરફ આ મનરેગા મહા કૌંભાંડમાં મંત્રી પુત્રોની સંડોવણી બહાર આવતાં વડાપ્રધાન મોદીના આગમન પુર્વે દાહોદ જિલ્લાના રાજકારણમાં સન્નાટો સર્જાવવવા પામ્યો છે. તો બીજી તરફ વડાપ્રધાનના આગમન દરમ્યાન વિરોધ પક્ષ દ્વારા આ મહા કૌંભાંડ સંદર્ભે વડાપ્રધાન સમક્ષ કેવા પ્રકારનું રૂખ અપનાવશે ? તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. જાણવા મળ્યાં અનુસાર, કિરણ ખાબડ સહિત એજન્સી માલીક પાર્થ બારીઆ, ધાનપુર મનરેગાના એપીઓ ભાવેશ રાઠોડ, દેવગઢ બારીઆના એપીઓ દિલીપ ચૌહાણ અને ધાનપુરના તત્કાલિન તાલુકા વિકાસ અધિકારી અને ડેપ્યુટી ડીડીઓ દાહોદ આર.એન. રાઠવા મળી કુલ ચાર આરોપીઓને દાહોદ પોલીસે ધરપકડ કરી તેઓના રિમાન્ડની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે મનરેગા મહાકૌંભાંડ મામલે આ ફરિયાદ અગાઉ વિપક્ષના નેતા અમિત ચાવડા દ્વારા વિધાનસભામાં પણ ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી. અને આ મનરેગા મહા કૌભાંડના પુરાવાઓની સાથે ગુજરાતના મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આ મનરેગા યોજના સંદર્ભમાં સરકાર દ્વારા ગંભીરતા દાખવી દાહોદમાં જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી દ્વારા ફરિયાદમાં રૂપાંતર થતા સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. મુખ્યત્વે આ મનરેગા મહાકૌભાંડનું સમગ્ર નેટવર્ક દાહોદના મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર કિરણ ખાબડ તથા બળવંત ખાબડ સમગ્ર મનરેગા યોજનાનું ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં કામકાજ સંભાળતા હોવાની ભારેખમ ચર્ચાઓ લોક માનસમાં ઉદભવવા પામી છે પરંતુ પોલીસ ફરિયાદમાં આ બંને મંત્રી પુત્રોના નામનો સમાવેશ ન કરવામાં આવતા તે ક્ષણે આશ્ચર્ય સર્જાયું હતું. દાહોદ પોલીસે આ મહા કૌભાંડમાં કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરી છે. આરોપીઓ હાલ જેલવાસ પણ ભોગવી રહ્યા છે અને થોડા દિવસો પહેલા દાહોદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ આરોપી મનીષ પટેલ હાલ પોલીસ રિમાન્ડ હેઠળ છે. ત્યારે થોડા દિવસો પહેલાં મંત્રીના બંને પુત્રો દ્વારા દાહોદની નામદાર કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ મૂકવામાં આવી હતી. અને બાદમાં મંત્રીના બંને પુત્રો દ્વારા એકાએક આગોતરા જામીન અરજી પરત ખેંચી લેવામાં આવતાં અનેક તર્ક વિતર્કો પણ વહેતા થવા પામ્યા હતા. દાહોદ પોલીસ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ આરંભ કરતા મંત્રી બચુભાઈ ખાબડના બે પુત્રો પૈકી એક પુત્ર બળવંત ખાબડનું નામ પોલીસ તપાસમાં સામે આવતા ગત શુક્રવારની રાતે દાહોદ પોલીસે બળવંત ખાબડની ધરપકડ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પોલીસ મથકે લઈ આવી હતી. બળવંત ખાબડ સમેત તત્કાલીન સમયના ટીડીઓ દર્શન પટેલની પણ પોલીસે ધરપકડ કરી છે. મંત્રી પુત્રની ધરપકડના સમાચાર વાયુવેગે દાહોદ જિલ્લામાં ફેલાતા સમગ્ર જિલ્લા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. તો આજે મળતી માહિતી મુજબ બચુભાઈના બીજા પુત્ર કિરણની પણ પોલિસે ધરપકડ કરી હતી. તો બીજી તરફ દાહોદ જિલ્લાના સત્તાધારી પક્ષમાં પણ અનેક ચર્ચાઓની વચ્ચે સન્નાટો પ્રસરી જવા પામ્યો. મંત્રી ના બે પુત્રોની પોલીસે ધરપકડ કરતા આગામી દિવસોમાં હવે અન્ય મોટા માથાઓ તેમજ અધિકારીઓની કથીત સંડોવણી બહાર આવવાની પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.અત્યાર સુધી ૭ આરોપીઓની ધરપકડ, વધુ ૪૫ ની ધરપકડની શક્યતા મનરેગા કૌભાંડમાં દેવગઢ બારીયાની ૨૮ તેમજ ધાનપુરની ૭ મળી કુલ ૩૫ એજન્સીઓ સામે ગુનો દાખલ થયેલ છે. જેમાં પોલીસ તપાસમાં ૩૮ જેટલા પ્રોપાઈપરો તેમજ ૧૩થી વધુ સરકારી કર્મચારીઓ પર કાર્યવાહીની ગાજ ઉતરી શકે છે. પોલીસે અત્યાર સુધીમાં સરકારી તેમજ કરાર આધારિત કર્મચારીઓમાં બે ગ્રામ રોજગાર સેવકો, બે એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ, એક ટેકનીકલ આસિસ્ટન્ટ, એક તાલુકા વિકાસ અધિકારી તેમજ શ્રી રાજ કંસ્ટ્રક્શન કુ. પીપીરોના માલિક બળવંત ખાબડ ની ધરપકડ કરી છે.વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષીને યોજાયેલી બેઠકમાં મંત્રી બચુખાબડ ગેરહાજર દાહોદમાં આગામી ૨૬ મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ આવવાના હોઈ તેમના કાર્યક્રમને લઈને પ્રભારી કુબેર ડીંડોર ની આગેવાનીમાં જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી મિટિંગમાં સાંસદ, ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસવડા તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા. પરંતુ પુત્ર બળવંત ખાબડની ધરપકડ થયા બાદ યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહ્યા હતા




