
તા.૦૯.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:
દાહોદ 112 PCR વાનને ૮ તારીખે સાંજના સમયે કોલ સેન્ટરથી મળેલી માહિતી મુજબ જણાવાયું હતું કે એક અજાણી મહિલા માછણ નદીમાં કૂદી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહી છે તેના કોલની માહિતીના આધારે સુભાષ ચૌક ડાયલ 112 PCR વાન ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ ઘટનાસ્થળે પહોંચતાં PCR ટીમે જોયું કે મહિલા ખરેખર નદીમાં કૂદવાની તૈયારીમાં હતી.દાહોદ PCR ટીમે ઝડપી અને બહાદુરીપૂર્ણ કાર્યવાહી કરી મહિલાને સમજાવવાનો પ્રયાસ કર્યો અને તેને સલામત રીતે પ્રાથમિક મદદ પહોંચાડી હતી. જિલ્લો: ભીંડ, મધ્ય પ્રદેશની આ મહિલાને આખરે પોલીસ કર્મચારીઓએ અનમોલ જીવનનુ મહત્વ સમજાવી તેમના કૌટુંબિક પ્રશ્નોનું નિરાકરણ કરી તેમના પરિવારના સભ્ય સાથે મિલન કરાવી માનવતાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડી પ્રશંસનીય કામગીરી કરી છે




