
તા.૧૦.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
DAHOD:દાહોદ રેલ્વે GRPપોલીસની મોટી કાર્યવાહી:ટ્રેનમાં મારામારી કરનાર ત્રણ શખ્સો ઝડપાયા
વડોદરા થી દાહોદ તરફ આવતી ટ્રેનમાં મુસાફરોની સુરક્ષા સામે સવાલ ઉઠાવતી એક ઘટના સામે આવી છે. લીમખેડા અને પીપલોદ વચ્ચે ચાલુ ટ્રેનમાં ત્રણ ઈસમોએ જૂની અદાવત કે અન્ય કારણોસર મારામારી કરી વાતાવરણ તંગ બનાવ્યું હતું. જોકે, દાહોદ રેલ્વે (GRP) પોલીસે સમયસૂચકતા વાપરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.”
વડોદરા-દાહોદ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા ત્રણ શખ્સોએ લીમખેડા અને પીપલોદ રેલવે સ્ટેશન વચ્ચે બોલાચાલી બાદ મારામારી કરી હતી.“આ ઘટનાની જાણ થતા જ દાહોદ જી.આર.પી (GRP) પોલીસ એક્શનમાં આવી હતી.“પકડાયેલા આરોપીઓની ઓળખ સાહીલભાઈ પણદા, અજીતભાઈ પણદા અને વિનોદભાઈ પણદા ત્રણ ઈસમોને ઝડપી પડ્યા હતા 




